Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

વાડોદરા ગામે રાજકોટ ડિસ્‍ટ્રીક બેંકના કર્મચારી પાસેથી તમામ રિકવરી થઇ ગઇ : ૨૦ જેટલા ખાતેદારોને વ્‍યાજ સાથે રકમ ચૂકવી દેવામાં આવી : સખીયા

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા. ૪ : તાલુકાના વાડોદર ગામ ખાતે આવેલ રાજકોટ ડિસ્‍ટ્રીક બેંકના ઊંચાપત કોભાંડની બાબતમાં કર્મચારી પાસેથી તમામ રિકવરી થઈ ગઈ છે અને ૨૦ જેટલા ખાતેદારોને વ્‍યાજ સાથે રકમ ચૂકવી દેવામાં આવી છે.

રાજકોટ ડિસ્‍ટ્રિક્‍ટ કો ઓપરેટીવ બેંક લિમિટેડ શાખામાં કેશિયર એ રૂપિયા ૭૧ લાખ જેવી માતબર રકમની ૨૦ જેટલા ખાતેદારોની ખાતામાંથી ઓછા પદ કર્યા અંગેની પાટણમાં પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવેલી હતી જેના અનુસંધાને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ આ બાબતે ખાતેદારોમાં આપવાઓ ફેલાતા રાજકોટ ડિસ્‍ટ્રિક્‍ટ કો ઓપરેટિવ બેન્‍ક લિમિટેડᅠ બેંકના સી.ઇ.ઓ. વી. એમ.સખિયા આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવેલ કે રાજકોટ જીલ્લા બેંકની વાળોદર

શાખામાં થયેલ ઉચાપત બાબતે ઉચાપતની આ ઘટનામાં ગત તા.૧૩ જૂનના રોજ આરોપી કેશિયર વિકાસ રતિલાલ લાખાણી પાસેથી તમામ રકમની વ્‍યાજ સાથે વસુલાત કરી જે તે થાપણદારોના ખાતામાં તા.૨૦/૬/૨૨ના રોજ જમા કરાવી દેવામાં આવી છે, આ ઘટનામાં બેન્‍ક કે થાપણદારોના કોઈ નાણાં ડૂબ્‍યા નથી.

બેંકે કેશિયર વિકાસ લાખાણી તથા બ્રાન્‍ચ મેનેજર રાજુ રાવલ બન્ને ને સસ્‍પેન્‍ડ કરી દીધા છે

તેમ રાજકોટ જિલ્લા બેંકના સી.ઇ.ઓ. વી. એમ.સખિયા એ જણાવેલું હતું અને ખાતેદારોએ ખોટી અફવા થી દૂર રહેવા અપીલ કરી હતી. 

(4:15 pm IST)