Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

મોરબીમાં મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત લોન વિતરણ અને વિકાસ કામોનું લોકાપર્ણ કરાશે : શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોર ઉપસ્થિત રહેશે

dir="ltr">મોરબી :  ૫ વર્ષ આપણી સરકારના સૌના સાથ, સૌના વિકાસના ઉત્સહવ અંતર્ગત ગ્રામ વિકાસ વિભાગ, શહેરી વિકાસ વિભાગ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા “નારી ગૌરવ દિવસ” નિમિત્તે આયોજિત મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત લોન વિતરણનો તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત વિવિધ વિકાસ કામોના ડિજિટલ લોકાર્પણ/ખાતમુહૂર્તનો માટે ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર ડિઝાસ્ટલર મેનેજમેન્ટન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી દિલીપકુમાર ઠાકોરની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓ શ્રી તા. ૦૪-૦૮-૨૦૨૧ના રોજ સવારે ૧૦ કલાકે મોરબી એ.પી.એમ.સી. માર્કેટયાર્ડ ખાતે કાર્યક્રમમાં ભાગ લેશે.
  ગ્રામીણ તથા શહેરી મહિલાઓની આર્થિક ઉન્નતિ થકી તેઓ આત્મનિર્ભર બને તેવા ઉમદા આશયથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત આર્થિક ઉપાર્જન માટે ત્વરિત લોન સહાય મળી રહે તે હેતુસર “નારી ગૌરવ દિવસ” નિમિત્તે કાર્યક્રમમાં મહિલાઓને લોન વિતરણ અને વિવિધ વિકાસ કામોના ડિજિટલ લોકાર્પણ/ખાતમુહર્તનો રાજ્યવ્યાપી સમારંભ વડોદરા ખાતે યોજાનાર છે. ત્યારે મોરબી એપીએમસી ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ શ્રમ અને રોજગાર ડીઝાસ્ટર મેનેજમેન્ટ અને યાત્રાધામ વિકાસના મંત્રી દિલીપકુમાર ઠાકોર તથા ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે.
(11:17 pm IST)