Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

આવતીકાલે વિજયભાઈ કચ્છમાં :ભુજીયા ડુંગરે આકાર પામતા સ્મૃતિ વન ની મુલાકાત લેશે

રાજ્ય સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતાં વિકાસકાર્યો દ્વારા થતી ઉજવણીમા જોડાશે

(વિનોદ ગાલા દ્વારા) ; (ભુજ) રાજ્ય સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતાં વિકાસકાર્યો દ્વારા થઈ રહેલ ઉજવણી દરમ્યાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે કચ્છ આવી રહ્યા છે. તેઓ સવારે ૧૦.૩૦ વાગ્યે ભુજ મધ્યે આર.ડી. વરસાણી હાઈસ્કૂલ મધ્યે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બપોરે ભુજ સર્કિટ હાઉસમાં ભોજન લેશે. ત્યાંથી ભુજીયા ડુંગરે આકાર પામતા સ્મૃતિ વન ની મુલાકાત લઈ અંજાર જશે. અંજાર કાર્યક્રમ માં હાજરી આપી કંડલા એરપોર્ટ ઉપરથી ગાંધીનગર પરત જવા રવાના થશે.

(9:30 am IST)