Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

વિજયભાઇ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે જસદણ સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ વિતરણ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૩ : વિજયભાઈ રૂપાણી ના જન્મદિવસ ને સેવા દિવસ તરીકે ઉજવવા જસદણ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને જસદણ તાલુકા અને શહેર તેમજ રાજકોટ જીલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા ફ્રુટ વિતરણ કરી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસને સેવા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો.

 આ તકે રાજકોટ જીલ્લા પંચાયત ઉપપ્રમુખ પ્રતિનિધિ નાથાભાઈ વાસાણી, બક્ષીપંચ મોરચા રાજકોટ જીલ્લા મહામંત્રી નવીનપરી ગોસ્વામી, જીલ્લા બક્ષીપંચ ઉપપ્રમુખ રસિકભાઈ નિમ્બારક, પીઢ ભાજપ અગ્રણી અને જસદણ તાલુકા ભાજપ પ્રભારી અશોકભાઈ મહેતા, જીલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ અલ્લાઉદ્દીનભાઈ ફોગ, જસદણ શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ મકાણી, મહામંત્રી મુકેશભાઈ જાદવ, તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઈ રામાણી, મહામંત્રી વનરાજભાઈ ખીંટ, ગોડલાધાર સરપંચ અશોકભાઈ ચાંવ, જસદણ નગર પાલિકા પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપારેલીયા પૂર્વ નગર પાલિકા પ્રમુખ જીગ્નેશભાઈ હિરપરા, આટકોટ જીલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ પરેશભાઈ રાદડીયા, પીઢ ભાજપ અગ્રણી ચેતનભાઇ પંચોલી, શહેર યુવા ભાજપ પ્રમુખ નિલેશભાઈ દુધરેજીયા, વીંછીયા તાલુકા યુવા ભાજપ પ્રમુખ લાલભાઈ ગઢવી, દુર્ગેશભાઇ કુબાવત, નીતિનભાઈ ભેંસજાળીયા, રાજુ ચાવડા સહિત જસદણ તાલુકા અને શહેરના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

(11:34 am IST)