Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

ધોરાજી તાલુકાના પાટણવાવ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

ધોરાજી : સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ્ય કક્ષાનો ધોરાજી તાલુકાનાં પાટણવાવ ગામ ખાતે ધોરાજી મામલતદાર કિશોરભાઈ જોલપરાનાં અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે હેતુસરનાં કાર્યક્રમમાં ધોરાજી તાલુકા પંચાયતના પ્રમુખ નીતાબેન રસિકભાઈ ચાવડા તાલુકાનાં અગ્રણી રસિકભાઈ ચાવડા, નિલેશભાઈ કણસાગરા તેમજ વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. (તસ્વીર -અહેવાલ : કિશોર રાઠોડ -ધોરાજી)

(11:35 am IST)