Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

લોધીકાના ખીરસરામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ અનાજ વિતરણ

ખીરસરા : પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ લોધીકા તાલુકાના ખીરસરા ગામે ગુજરાત રાજયના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકારના ૫ વર્ષ પૂર્ણ થયા અંતર્ગત NSAF કાર્ડ ધારકોને રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાની અધ્યક્ષતામા રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી નાગદાનભાઇ ચાવડા, રાજકોટ જીલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન મોહનભાઈ દાફડા, રાજકોટ જીલ્લા બેંકના ડિરેકટર વિરભદ્રસિંહ જાડેજા, લોધીકા તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન રાઠોડ, તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી, મહામંત્રી દિલીપભાઈ કુગશીયા, રાજકોટ જીલ્લા ભાજપ કિસાન મોરચા મંત્રી પ્રવિણસિંહ ડાભી, કિશાન મોરચા પ્રમુખ પંકજભાઈ ગમઢા, બક્ષીપંચ મોરચા પ્રમુખ વિશાલભાઈ ફાગલીયા, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અનિરૂદ્ઘસિંહ ડાભી, યુવા ભાજપ પ્રમુખ સુધીર તારપરા, મહામંત્રી ડો. પ્રકાશ વિરડા જીલ્લા ભાજપ યુવા અગ્રણી જયેશભાઈ સાગઠીયા, તાલુકા યુવા ભાજપ અગ્રણી શૈલેષભાઈ રાઠોડ, કમલેશભાઈ વાગડીયા, મુકેશભાઈ મકવાણા, લોધીકા મામલતદાર કે.કે.રાણાવશિયા, તાલુકા વિકાસ અધિકારી મીરાબેન સોમપુરા, ડેપ્યુટી મામલતદાર આર.એસ.લાવડીયા, તલાટી મંત્રી કપિલકુમાર મારકણા, ખીરસરા સે.સહ.મંડળી મંત્રી ધરમશીભાઇ, ગ્રામપંચાયત સભ્ય ખીમજીભાઈ સાગઠીયા તેમજ ખીરસરા ગામના NSAF કાર્ડ ધારકોને અધિકારીઓ આગેવાનોની ઉપસ્થિતિમા બેગ સાથે અનાજ વિતરણ કરવામાં આવેલ આ તકે ખીરસરા ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમ સુરેશભાઇ ચૌહાણે જણાવ્યું છે. (તસ્વીર - અહેવાલ : ભીખુપરી ગોસાઇ, ખીરસરા)

(11:36 am IST)