Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

ચોટીલાના બોરીયાનેશ ગામે બિનવારસી ઇકો કાર માંથી બે વાછરડા મળ્યા

વઢવાણ,તા.૪ : ચોટીલા હાઈવે ઉપર બોરીયાનેશ ગામ પાસે એક બિનવારસી ઈકો કારમાંથી ક્રુરતાપૂર્વક બાંધી રાખેલા બે ગૌવંશના વાછરડા મળી આવતા પોલીસે કબજો લઈને અજાણ્યા શખ્સો સામે ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની કલમ ૫(૧)(ક) ના ભંગ બદલ કલમ (૬)(ક) તથા કલમ ૧૦ મુજબ ગૂનો નોંધીને તપાસ હાથ ધરેલ છે.

ચોટીલાના ગૌરક્ષ પ્રમુખ હરેશભાઈ ચૌહાણને બોરીયાનેશ પાસે બિનવારસી ઈકો કારમાંથી ગૌવંશના વાછરડાઓ ભરેલા હોવાની જાણ થતા તેઓ ગૌરક્ષા ટીમના રદ્યુભાઈ ધરજીયા, અનિલભાઈ બોરાણા, વિજયભાઈ ધોરીયા વિગેરે દ્યટના સ્થળે દોડી ગયા હતા અને નાની મોલડી પોલીસને જાણ કરતા પોલીસ ટીમ પણ દ્યટના સ્થળે પહોંચી હતી. દ્યટના સ્થળેથી ઈકો કાર નં. જી.જે. ૩૬ એલ.- ૮૮૩૫ રૂ. ૧૫૦૦૦ ની કિંમતના ગૌવંશના વાછરડા -૨ ક્રુરતા૫ૂર્વક બાંધેલી હાલતમાં જોવા મળેલ હતા. પોલીસે બન્ને વાછરડાનો કબજો લઈને ઈકો ગાડીના અજાણ્યા ચાલક તથા અનય એક સામે ગૂનો નોંધેલ હોવાનું જાણવા મળે છે.

(11:40 am IST)