Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

જામકંડોરણાના ચરેલ ગામની સીમમાં પત્તાની રમઝટ

જામકંડોરણાઃ તાલુકાના ચરેલ ગામની પીપળીયાની સીમમાં ઇન્દુભા જાડેજાની વાડીએ જુગારની મહેફીલ મંડાણી છે તે બાતમી પો. કોન્સ. ભગીરથસિંહ જાડેજાને મળી હતી આ આધારે પીએસઆઇ જે.યુ. ગોહીલ, તૌફીકભાઇ મલેક, મનજીભાઇ ચૌહાણ, વિજયભાઇ બોરીચા, વિજેન્દ્રસિંહ જાડેજા સહિત પોલીસ સ્ટાફ દ્વારા રેડ કરી હતી આ રેડ દરમ્યાન આઠ પત્તા પ્રેમી સાથે ૧,૧૦,૪૩૦ નો મુદ્દામાલ કબજે કરી જુગાર ધારાની કલમ લગાવી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

(11:41 am IST)