Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

જામકંડોરણાના બાલાપર ગામે સંવેદના દિન નિમીતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

જામકંડોરણાઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની પ્રવર્તમાન રાજય સરકારનો પાંચ વર્ષનો કાર્યકાળ પુર્ણ થવા નિમિતે ઓગષ્ટ માસની બીજી તારીખે સંવેદના દિનની ઉજવણી કરવાનું નક્કી કરેલ જેના ભાગરૂપે એક દિવસ માટે સમગ્ર રાજયમાં તાલુકા દીઠ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન હાથ ધરવાનો સરકારશ્રીના નિર્ણય અંતર્ગત જામકંડોરણા તાલુકામાં બાલાપર ગામે પ્રાથમીક શાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જામકંડોરણા તાલુકા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલ આ સેવા સેતુ કાર્યક્રમમાં જામકંડોરણા તાલુકા પંચાયતના પ્રમુખ હીરેનભાઇ બાલધા, રાજકોટ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદભાઇ રાણપરીયા સહીતના આગેવાનોના હસ્તે દિપ પ્રાગટય કરી આ સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં લાભાર્થીઓને સહાયના હુકમોનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદભાઇ રાણપરીયા, તાલુકા પંચાયતના પ્રમુખ હિરેનભાઇ બાલધા, તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કરશનભાઇ સોરઠીયા, માર્કેટ  યાર્ડના ચેરમેન વિઠલભાઇ બોદર, હરસુખભાઇ પાનસુરીયા, ખીમજીભાઇ બગડા, જામકંડોરણા મામલતદાર વી.આર.મુળીયાસીયા, તાલુકા વિકાસ અધિકારી ડી.ડી.પટેલ સહીતના પદાધિકારીઓ તથા અધિકારીઓએ હાજરી આપી હતી. આ તકે ઉપસ્થિત આગેવાનોના હસ્તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. (તસ્વીરઃ અહેવાલઃ  મનસુખભાઇ બાલધા- જામકંડોરણા)

(11:42 am IST)