Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

દામનગરઃ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુંમરની અધ્યક્ષતામાં કોંગ્રેસ સંગઠનની બેઠક

દામનગર : લાઠી શહેરમાં સર્કિટ હાઉસ ખાતે લાઠી તાલુકા કોંગ્રેસની મીટીંગ મળી હતી લાઠી અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુંમર જીતુભાઇ વાળા સહિત સ્થાનિક અગ્રણીશ્રીઓ તેમજ લાઠી તાલુકા કોંગ્રેસના આંબાભાઈ કાકડીયા તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતના માજી અને સદસ્ય નગરપાલિકાના વર્તમાન તેમજ પૂર્વ સદસ્યોની વિશાળ હાજરીમાં લાઠી તાલુકા કોંગ્રેસને વધુ મજબૂત બનાવવા ઉપર ભાર મુકયો હતો સંગઠનમાં યુવા અગ્રણી ઓને આહવાન કરતા જેનીબેન ઠુંમર જીતુભાઇ વાળા સહિતના અગ્રણી ઓએ માર્ગદર્શન આપ્યુ હતું. (તસ્વીર-અહેવાલ : વિમલ ઠાકર-દામનગર)

(11:44 am IST)