Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

રવિવારથી વરસાદનો રાઉન્ડ આવશે : ટંકારા - નેસડાના કિશોરભાઇ ભાડજાની આગાહી

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા તા. ૪ :ખેડુતભાઈઓ માટે આનંદના સમાચાર છે તારીખ- ૮-૮-૨૦૨૧થી વરસાદનો સારો રાઉન્ડ આવશે તારીખ ૩ ઓગષ્ટથી સુર્ય આશ્લેષા નક્ષત્રમા બેસે છે તેમનુ વાહન મોરનુ છે નક્ષત્ર સંજોગીયુ છે તેથી સાર્વત્રિક વરસાદ થશે.તેમ ટંકારા - નેસડાના કિશોરભાઇ ભાડજાએ જણાવ્યું છે.

અલગ અલગ વિસ્તારમા અલગ અલગ દિવસે વરસાદ થશે. આશ્લેષા નક્ષત્ર ઉતરતા તારીખ ૧૪ ઓગષ્ટથી ભારેથી અતિ ભારે વરસાદ થશે. જે વિસ્તારમા વરસાદ ચાલુ થશે તે વિસ્તારમા સતત ૧૨ કલાક સુધી એક ધારો વરસાદ ચાલુ રહે તે વિસ્તારમા 'નેવાના પાણી મોભે ચડાવશે' એવો વરસાદ થશે. જે વિસ્તારમાં આ વરસાદ થશે તે વિસ્તારમા આ રાઉન્ડ કાયમી તેને યાદ રહેશે તેવો છે.

જે વિસ્તારમા વરસાદથશે નહીં તે વિસ્તારમા પાણો પણ ન પલળે આ આગાહી એક નવી પદ્ઘતિથી કરવામાઆવેલછે શ્રાવણ મહિનામા તારીખ ૨૬-૨૭મા એક રાઉન્ડ આવશે અને ભાદરવો ભરપૂર છે.અમુક અમુક વિસ્તારમા આશ્લેષા નક્ષત્ર બેસતા વરસાદ થશે.

આશ્લેષા નક્ષત્રને જુદા જુદા વિસ્તારમા ખેડૂતો અલગ અલગ નામથી ઓળખે છે. કોઈ વિસ્તારમા આશ્લેષાને ચગીથી ઓળખે છે. અમુક વિસ્તારમા ધેલીથી ઓળખે છે એટલે જ કહેવત છે કે આશ્લેષા 'ચગી તો ચગી નહિતર ફગી' આશ્લેષા નક્ષત્ર એવુ છે જે વિસ્તારમા ચગે ત્યાં વરસાદના ભુકા બોલાવે અને ન ચગે ત્યાં પાણો પણ ન પલાળે આ રાઉન્ડમા જે વિસ્તારમા વરસાદની ખાધ છે તે પુરી થશે અને આગળ પણ ચોમાસુ સારૂ છે. આકાશ દર્શન વર્ષોથી ચાલતી પરંપરા છે તેના ઉપરથી તારણ સંભાવના શકયતાઓ દર્શાવી શકાય છે. બાકી બધુ કુદરતી છે.તેમ કિશોરભાઈ ભાડજા ગામ નેસડા (ખાનપર) તા. ટંકારા, જી. મોરબી (મો. ૯૫૮૬૫ ૯૦૬૦૧)એ જણાવ્યું છે.

(12:52 pm IST)