Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

મોટી પાનેલી પાસે સાઇડ કાપવા પ્રશ્ને પ શખ્સોએ એસ.ટી. ડ્રાઇવરને છરી બતાવી ધમકી આપી

ભોળા ગામે બાઇક સાઇડમાં રાખવા પ્રશ્ને અમીત પારધીને બે શખ્સોએ માર માર્યો

રાજકોટ તા. ૪ :..  ભાયાવદરના મોટી પાનેલી ગામ પાસે સાઇડ કાપવા પ્રશ્ને પ શખ્સોએ એસ.ટી. ડ્રાઇવરને છરી બતાવી ધમકી આપતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

મોટી પાનેલી ગામે વાલાસણ રોડ ઉપર એસ.ટી. બસની સાઇડ કાપવા પ્રશ્ને એસ. ટી. ડ્રાઇવર નયનભાઇ પોલાભાઇ ભીંટ રહે. જુનાગઢને જી. જે.-૦૪-ડીપી ૬૭૪૮ બાઇકનો ચાલક તથા પાછળ બેઠેલા બે ઇસમો તેમજ જી.જે. ૧૧ બી. એસ. ૪પ૯૯ બાઇકનો ચાલક તથા પાછળ બેઠેલ બે શખ્સોએ રોકી છરી દેખાડી પતાવી દેવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હતી. આ અંગે એસ. ટી. ડ્રાઇવર નયનભાઇ ભીંટને ઉકત પાંચેય શખ્સો સામે ફરીયાદ કરતા ભાયાવદરના હેડ કો. જે. ડી. મજેઠીયાએ પાંચેયની શોધખોળ હાથ ધરી છે.

બીજા બનાવમાં પાટણવાવના ભોળા ગામે સરકારી દૂધની ડેરી પાસે બાઇક સાઇડમાં લેવા પ્રશ્ને થયેલ ઝઘડામાં અમીત જીવાભાઇ પારધીને તે જ ગામના અમીત અશ્વિનભાઇ બોરીચા તથા જયદીપ મનસુખભાઇ બોરીચાએ ગાળો આપી ટીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. આ અંગે ઉકત બન્ને શખ્સો સામે ફરીયાદ થતા પાટણવાવના હેડ કો. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ તપાસ હાથ ધરી છે.

(12:55 pm IST)