Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

વિસાવદરના મોટી મોણપરી ગામે મહેશ સવાણી-પ્રવીણ રામની ઉપસ્થિતિમાં સંખ્યાબંધ લોકો ''આપ''માં જોડાયા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૪ : વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામે ગઈકાલે સાંજે નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે જ આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા શ્રી મહેશભાઈ સવાણી તથા પ્રવીણ ભાઈ રામ આવી પહોંચતા તેમનુ ગ્રામજનોએ ઢોલ-નગારાના નાદ સાથે કળશધારી કુમારિકાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગ્રામીણ પરંપરા અને સંસ્કૃતિ પ્રમાણે આ નેતાઓના પુષ્પગુચ્છથી સ્વાગત બાદ ૅઆપૅ નેતા શ્રી મહેશભાઈ સવાણી તથા પ્રવીણભાઈ રામે સંબોધન કરતા જણાવ્યું હતું કે, લોકોને આવશ્યક હોય છે શિક્ષણ,આરોગ્ય સહિતની પાયાની સુવિધાઓ જેને આમ આદમી પાર્ટી સર્વોચ્ચ ગણે છે અને દરેક ક્ષેત્રના લોકોને સીધી જ આવશ્યક સુવિધાઓ સોંઘી અને સહેલાઈથી મળી શકે એજ મુખ્ય એજન્ડા ઁઆમ  આદમી પાર્ટીનો છે.

આ પ્રસંગે મોટી મોણપરી ગામનાં આગેવાનો શ્રી ધનજીભાઈ નરસીભાઈ ગુંદરણીયા (માજી સરપંચ), વાલજીભાઈ પાંચાભાઈ ઝાલાવાડીયા (માજી સરપંચ), ઉમેશભાઈ ફૂલાભાઈ ઝાલાવાડીયા(માજી સરપંચ), જયસુખભાઈ આંબાભાઈ વોરા (માજી તાલુકા પંચાયત સદસ્ય), પાંચાભાઈ પોપટભાઈ વોરા (ગૌસેવા સમિતિ), સમીરભાઈ પટેલ (એડવોકેટ,વિસાવદર) ઉપરાંત ખાંભા(ગીર), પિયાવા (ગીર),ઈશ્વરિયા(ગીર), શોભાવડલા (લશ્કર), લિમધ્રા, સરસઈ, મુંડીયા રાવણી, પ્રેમપરા, હરિપુર, જુની ચાવંડ, વાજડી, નાની મોણપરી, સુખપુર, બરડીયા, જાંબાળા(ગીર), કાનાવડલા, નાની-મોટી પીંડાખાઈ, રતાંગ,વડલા ગીર, વિસાવદર શહેર, રબારીકા,જાંબુડા સહિતના ગ્રામજનો મોટી સંખ્યામાં ખેસ પહેરી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

આમ આદમી પાર્ટીના જનસંવેદના કાર્યક્રમ અંતર્ગત મહેશભાઈ સવાણી તથા પ્રવીણભાઈ રામ સહિતના નેતાઓ-આગેવાનો કોરોના મહામારીનો ભોગ બનેલા પરિવારોને મળ્યા હતા અને સંવેદના સાથે સાંત્વના આપી હતી.

મહેશ સવાણી-પ્રવીણ રામ સહિત પ્રદેશ-જિલ્લા-તાલુકા-શહેર-ગ્રામ્યના 'આપ' ના નામી અગ્રેસરો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા આમ આદમી પાર્ટીના વિસાવદર શહેર-તાલુકા એકમના પદાધિકારીઓ-આગેવાનો-કાર્યકર્તાઓએ અથાગ જહેમત ઉઠાવી હતી

આ કાર્યક્રમમાં મહેશ સવાણી-પ્રવિણ રામ સાથે પરેશભાઈ ગૌસ્વામી,સુરત જિલ્લા પ્રમુખ બટુકભાઈ વાડોદરીયા,ભૂપતભાઈ ભાયાણી, અતુલભાઈ શેખડા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(12:58 pm IST)