Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

જામનગરમાં ભાજપ સરકારના પાંચ વર્ષની ઉજવણીનો કોંગ્રેસ દ્વારા વિરોધ

કોંગ્રેસના પ્રભારી જીતેન્દ્ર પટેલની આગેવાનીમાં કોંગ્રેસી ધારાસભ્ય વિક્રમ માડમ અને ચિરાગ કાલરીયા સહિત ૭૦ થી વધુ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત

જામનગર::::જામનગરમાં ભાજપ સરકારના પાંચ વર્ષના ઉજવણી દરમિયાન કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તે અંતર્ગત મહિલાઓની સુરક્ષા મુદ્દે રૂપાણી સરકાર ફેલ થઈ હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કોંગ્રેસના પ્રભારી જીતેન્દ્ર પટેલની આગેવાનીમાં કોંગ્રેસી ધારાસભ્ય વિક્રમ માડમ અને ચિરાગ કાલરીયા સહિત ૭૦ થી વધુ કોંગ્રેસી કાર્યકરોની પોલીસે અટકાયત પણ કરી છે . (અહેવાલ મુકુંદ બદીયાણી, તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)
 

(1:01 pm IST)