Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

પોરબંદર અ.ભા. વિદ્યાર્થી પરિષદના હોદ્દેદારોની અનઅધિકૃત નિમણૂક થતા મોટો ખળભળાટ: કાનૂની કાર્યવાહીની તૈયારી

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રદેશ મંત્રી હિમાલયસિંહ ઝાલાએ એક પ્રેસ નિવેદનમાં જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના હોદેદારો દ્વારા પોરબંદર વિદ્યાર્થી પરિષદ કારોબારીની ઘોષણા કરવામાં આવી છે. શ્રી ઝાલા જણાવે છે કે "અભાવિપ"નું કોઈપણ  રાજનૈતિક પાર્ટી સાથે જોડાણ  નથી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રેરણાથી કાર્ય કરતું છાત્ર સંગઠન છે. ત્યારે "બીજેવાયએમ"ના હોદ્દેદારો દ્વારા પોરબંદર વિદ્યાર્થી પરિષદ કારોબારીની ઘોષણા કરવામાં આવી છે તે કાર્ય અત્યંત નિંદનીય છે. "અભાવિપ" આથી બી.જે.વાય.એમ., તેના પોરબંદર શહેર પ્રમુખ તથા પોરબંદરના ધારાસભ્ય સહિત જવાબદારો ઉપર કાયદાકીય કાર્યવાહી કરવા જઈ રહી છે. (પરેશ પારેખ)

(7:26 pm IST)