Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

ધોરાજીમાં ભારત વિકાસ પરિષદ મહીલ સમિતિ દ્વારા એક્ઝિબિશન કમ સેલનુ આયોજન કરાયું

એક્ઝિબિશનમાં ધોરાજી ઉપરાંત જુનાગઢ, જેતપુર, જામનગર, રાજકોટ, મોરબી, અમદાવાદ, દાદર, ભાયાવદર સહિત રાજ્યભરના બહેનોએ ભાગ લીધો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ભારત વિકાસ પરિષદ ધોરાજી મહીલા સમિતિ દ્વારા તારીખ 2-3 ઓગસ્ટ 2021 ને સોમવાર- મંગળવારના રોજ શ્રી લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન જેતપુર રોડ મુકામે મહિલા સશક્તિકરણ, ઉત્કર્ષ, સ્વદેશી તેમજ લોકલ વસ્તુઓના વેચાણ ને પ્રોત્સાહન આપવા માટે જે મહિલાઓ ઘરે રહીને વેપાર કરે છે તેમને એક પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશ સાથે એક્ઝિબિશન કમ સેલ નું આયોજન કરવામાં આવેલ. આ એક્ઝિબિશનમાં ધોરાજી ઉપરાંત જુનાગઢ, જેતપુર, જામનગર, રાજકોટ, મોરબી, અમદાવાદ, દાદર, ભાયાવદર જેવા ગુજરાત ભરના  ઘણા ગામના બહેનોએ ભાગ લીધેલ હતો .

આ કાર્યક્રમના ઉદ્ઘાટનમાં પણ વિશેષ મહિલાઓને આમંત્રિત કરી તેમના હસ્તે દીપપ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.. આ વિશેષ મહિલાઓમાં વિરલબેન પારેખ (પ્રમુખશ્રી ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંત), શ્વેતાબેન દક્ષિણી (મહિલા સંયોજીકા ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંત),કીર્તિબેન ટિલાળા (ઓક્સિજન રીફીલ સપ્લાયર), મંજુલાબેન પેથાણી (ઓફસેટ સંચાલક), અલ્પાબેન ગરાણા (ગર્ભ સંસ્કાર કેન્દ્ર સંચાલક), ઉપસ્થિત રહ્યા હતા.
   મહિલા સમિતિ નાં પ્રમુખ વિરલબેનએ જણાવેલ કેઆજે જ્યારે ઓનલાઇન ખરીદી નો ક્રેઝ ચાલ્યો છે ત્યારે આપણા જ વિસ્તારની લોકલ વ્યક્તિઓ પાસેથી ખરીદી કરીને આપણા જ ભાઈઓ બહેનોને મદદરૂપ થવાના એક ઉમદા આશયથી પણ આ સેલનું આયોજન કરવામાં આવેલ.
 આ એક્ઝિબિશનમાં કુલ 67 સ્ટોલ પ્રદર્શન તેમજ વેચાણ માટે રાખવામાં આવેલ. દરેક સ્ટોર ને સ્વચ્છતા, સુઘડતા, પ્રોડક્ટનું માર્કેટિંગ, સ્ટોલ માં લઇ આવેલ વસ્તુઓ, જે વસ્તુનું વેચાણ કરવામાં આવે છે તેમાંથી કેટલી રોજગારી ઉભી થાય છે આવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એક્ઝીબિશન યોજવામા આવ્યું હતું.

 

(8:14 pm IST)