Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

મોરબીમાં ટ્રક હડતાલની સિરામિક ઉદ્યોગ પર અસર : નેનો ટાઈલ્સ બનાવતી ફેકટરીઓ બંધ કરાશે

આગામી તા ૧૦ ઓગસ્ટથી ૩૫ જેટલી ફેકટરીઓમાં પ્રોડક્શન બંધ

મોરબીમાં જિસકા માલ ઉસકા હમાલ નિર્ણયની અમલવારી ના થતા ટ્રાન્સપોર્ટરો હડતાલ પર ઉતરી ગયા છે જેની સીધી અસર સિરામિક ઉદ્યોગ પર પડી છે અને આગામી તા. ૧૦ થી એક માસ સુધી નેનો ટાઈલ્સની ફેકટરીઓ બંધ રહેશે

મોરબી સિરામિક એસો હોલ ખાતે નેનો ટાઈલ્સ બનાવતી કંપનીની મીટીંગ મળી હતી જેમાં હાલ ટ્રાન્સપોર્ટ હડતાલ ચાલતી હોય તેમજ રાજસ્થાનથી આવતા રો મટીરીયલ્સ રાજસ્થાન સરકાર દ્વારા બંધ કરવામાં આવ્યા છે ઉપરાંત ભાડામાં અને રો મટીરીયલ્સમાં અસહ્ય ભાવ વધારો થયો છે જેથી નેનો ટાઈલ્સ બનાવતી ૩૫ જેટલી ફેકટરીઓએ તા. ૧૦ ઓગસ્ટથી એક મહિના સુધી બંધ પાળવાનો નિર્ણય કર્યો છે
જેમાં એક માસ સુધી ડીસ્પેચ અને પ્રોડક્શન બંધ રહેશે તેમજ અન્ય પ્રોડક્ટ જેવી કે જીવીટી, ડબલ ચાર્જ, પાર્કિંગ, ફ્લોર અને વોલ ટાઈલ્સ જેવી પ્રોડક્ટની અલગ અલગ મીટીંગ યોજ્યા બાદ બંધ અંગે નિર્ણય કરાશે તેમ સિરામિક એસો પ્રમુખે જણાવ્યું છે

(9:24 pm IST)