Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

પોરબંદર નાયબ પોલીસ અધિક્ષકની ઉપસ્‍થિતિમાં કોરોના કાળમાં ફરજ દરમિયાન અવસાન પામેલ કોરોના વોરીયર્સના પરિવારના સભ્‍યોને સરકારી સહાયના ચેક અપાયા

પોરબંદર : અત્રેના નાયબ પોલીસ અધિક્ષકની ઉપસ્‍થિતિમાં અહીંના કોરોના કાળમાં ફરજ દરમિયાન અવસાન પામેલા કોરોના વોરીયર્સના પરિવારના સભ્‍યોને સરકારી સહાયના ચેક આપવામાં આવ્‍યા હતા.

આ અંગે વિસ્‍તૃત વિગતો જોઇઅે તો  રાજયમાં નોવેલ કોરોના વાયરસ મહામારીને અટકાવવા  ગુજરાત રાજય સરકાર દ્રારા અથાંગ પ્રયત્નો કરવામાં આવ્યાં છે જેના ભાગરૂપે પોરબંદર જીલ્લાના ડોકટર્સ, પોલીસ, મેડીકલ સ્ટોર, નાઓએ કોરોના કાળ દરમ્યાન ઉત્કુર્ષ કામગીરી કરવા બદલ પ્રોત્સાહીત કરવા સારૂ જુનાગઢ રેન્જના

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી મનીન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પોરબંદર પોલીસ અધિક્ષકશ્રી ડૅ.રવિ મોહન સૈની સાહેબ નાઓના અધ્યક્ષ સ્થાને પોરબંદર પોલીસ હેડ કવાટર્સ જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે નાયબ પોલીસ અધિક્ષકશ્રી પોરબંદર શહેર/ગ્રામ્ય/મુખ્ય મથકનાઓની ઉપસ્થિતિમાં કોરોના વોરીયર્સ કે જેઓ કોરોનાકાળના સમયમાં પોતાની ફરજ દરમ્યાન અવસાન પામેલ હતા તેઓના પરિવારના સભ્યોને સરકારશ્રી તરફથી મળતી સહાય રૂ.૨૫,૦૦,૦૦૦/- ચેક સ્વરૂપે એનાયત કરવામાં આવેલ છે

પોરબંદર શહેરમાં પોલીસ મિત્ર બની ગુન્હો ઉકેલવામાં મદદરૂપ થયેલ કિશોરસિંહ પ્રભાતસિંહ જાડેજા તથા રૈયાભાઇ અમરાભાઇ સીંઘલ નાઓને પ્રશંસાપત્ર આપી સન્‍માન કરવામા આવેલ.

તેમજ કોરાનાકાળ દરમ્યાન પોરબંદર જીલ્લાના નાગરીકોની તેમજ પોલીસ પરિવારની નિઃસ્વાર્થ સહાય કરનાર ડોકટર્સ તથા મેડીકલ સ્ટોર્સના માલિક નાઓને પોતના પ્રશંસનીય કામગીરી કરવા બદલ તેમજ ભવિષ્યમાં પણ સારી કામગીરી કરે તે હેતુથી પ્રોત્સાહીત કરવા પ્રશંસાપત્ર એનાયત કરવામા આવ્યા.

તેમજ પોરબંદર જિલ્લા પોલીસ દ્રારા અલગ-અલગ ક્ષેત્રમા કરેલ ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ જિલ્લાના પોલીસ અધિકારીશ્રી/કર્મચારીઓને પ્રોત્સાહીત કરવા સારૂ પોરબંદર જિલ્લાના પોલીસ સ્ટેશન/કચેરીમાં ફરજ બજાવતા પોલીસ અધિકારશ્રી/કર્મચારીઓ પ્રોત્સાહીત કરવા પ્રશંસાપત્ર એનાયત કરવામા આવ્યા.

(10:09 pm IST)