Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

દાહોદના ધાનપુર વિસ્તારમાં લૂંટ અને ખૂનના ગુન્હાના આરોપીને પકડી પાડતી પાટણવાવ પોલીસ

પાટણવાવ, તા. ૪ : રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક  બલરામ મીણા તથા સાગર બાગમારની મદદનીશ પોલીસ અધિક્ષક જેતપુર વિભાગનાઓએ નાસતા ફરતા આરોપીઓ કલ્પેશ જવરાભાઇ સંગોડ જાતે ભીલ આદીવાસી ઉ.વ.ર૭, ધંધો-મજુરી રે. પાવ છાપરફળીયુ તા. ધાનપુર જી. દાહોદને પકડી પાડવા આપવા સૂચના આપેલ હોય જે દરમ્યાન પો.હેઙકોન્સ. મેહુલભાઇ સુવાને હકકીકત મળેલ કે ર૦ દિવસ પહેલા ધાનપુર પો.સ્ટે.ના પાર્ટ-એ, ગુ.ર.નં. ૧૧૮ર૧૦૧૪૦૦ર૭૩/ર૦ર૦ ઇ.પી.કો. ૩૦ર, ૩૯૪,૧ર૦(બી) આર્મ્સ એકટ કલમ રપ(૧) બી ના કામેનો આરોપી કલ્પેશ જવરાભાઇ સંગોડ ગુન્હો કરી પાટણવાવ પો.સ્ટે. વિસ્તારમાં મોટી મારડ વાડી વિસ્તારમાં છુપાયેલ હોવાની ચોક્કસ હકીકત મળતા અમો તથા પો.સ્ટાફના માણસો હકીકત વાળી જગ્યાએ જતા ધાનપુર પો.સ્ટે.ના ગુ.ર.નં. ૧૧૮ર૧૦૧૪૦૦ર૭૩/ર૦ર૦ ઇ.પી.કો. ૩૦ર, ૩૯૪,૧ર૦(બી) આર્મ્સ એકટ કલમ રપ(૧)બી ના કામેના આરોપી કલ્પેશ જવરાભાઇ સંગોડ જાતે ભીલ આદિવાસી ઉ.વ.ર૭, ધંધો -મજુરી રે. પાવર છાપરફળીયું તા. ધાનપુર જી. દાહોદ વાળો મળી આવતા પકડી પાડી હસ્તગત કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી માટે દાહોદ જીલ્લાના ધાનપુર પો.સ્ટે. ખાતે જાણ કરવામાં આવેલ છે.  પો.સબ ઇન્સ. વાય.બી. રાણા, પો. હેડ. કોન્સ મેહુલભાઇ સુવા, પો.હેડ કોન્સ અરૂણકુમાર ખટાણા, પો. કોન્સ. પારસભાઇ રસીકભાઇ, પો. કોન્સ. દુષ્યંત રાજસિંહ વાળા, લોકરક્ષક રવિભાઇ ચાવડા, પો.કોન્સ. ખીમજીભાઇ હુણ કામગીરી બજાવેલ.

(11:35 am IST)