Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

મોરબી : શાળાઓમાં વ્યાયામ અને કલા શિક્ષકોની કાયમી નિમણુકો કરવા માંગણી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૪ : મોરબી જિલ્લા વ્યાયામ અને કલા શિક્ષક સંદ્યના પ્રમુખ શૈલેષભાઈ પરમાર તેમજ ભાવેશભાઈ વાંઝા, મુસ્તાકભાઈ સમરા, જાખોત્રા માલદેભાઈ તેમજ ટીમ દ્વારા જીલ્લા કલેકટર અને જીલ્લા શિક્ષણાધિકારીને આવેદન પાઠવી જણાવ્યું છે કે ગુજરાત રાજયની સરકારી પ્રાથમિક શાળાઓમાં વર્ષ ૨૦૦૯ થી વ્યાયામ અને કલા વિષયના શિક્ષકોની ભરતી કરવામાં આવેલ નથી ગુજરાત વ્યાયામ હિત રક્ષક સમિતિ અને રાજયના વિવિધ શૈક્ષણિક સંદ્યો દ્વારા વષઙ્ખ-૨૦૧૦ થી વારંવાર રજૂઆતો કરવા છતાં સરકાર દ્વારા આ મુદ્દે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ૨૯ ઓગસ્ટ ના રોજ આપણે સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરીએ છીએ પરંતુ ગુજરાત રાજયની શાળાઓમાં જ વ્યાયામ અને કલા યોગ્ય સ્થાન આપવામાં આવ્યું નથી આ વિષયના શિક્ષકો જ નથી તો આ ઉજવણી ખરેખર સાર્થક થશે ખરી???

કેન્દ્રીય શિક્ષણ નીતિ અને આરટીઇ-૨૦૦૯ મુજબ દરેક શાળાની અંદર આ વિષયના શિક્ષકોની નિમણૂક કરવાની થાય છે નવી એજયુકેશન પોલિસીમાં પણ આ વિષયને ફરજિયાત સ્થાન આપવામાં આવ્યું છે અને જૂની શિક્ષણ નીતિમાં પણ આ વિષયોને ફરજિયાત સ્થાન આપવામાં આવ્યું હતું તેમ છતાં પણ ગુજરાતમાં આ વિષયને ન્યાય આપવામાં આવ્યો નથી તો નવી શિક્ષણ નીતિ મુજબ ગુજરાત રાજયમાં અન્ય રાજયોની જેમ ફરજિયાત ધોરણ ૧ થી ૧૨ માં આ વિષયોને ફરજિયાત દાખલ કરવામાં આવે અને આ વિષયમાં તાલીમ પામેલ ડિગ્રી પ્રાપ્ત ઉમેદવારોને રોજગારી આપવામાં આવે. ગુજરાત રાજયની પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, સરકારી અને ગ્રાન્ટ-ઈન-એઇડ માધ્યમિક અને ઉચ્ચત્ત્।ર માધ્યમિક શાળાઓમાં વ્યાયામ અને કલા વિષયના શિક્ષકોની નિમણુંક માટે શિક્ષણ વિભાગ અને ગુજરાત સરકાર જૂની પદ્ઘતિ મુજબ વર્ષ ૨૦૦૯ પહેલા થતી હતી તેમ અને કેન્દ્રીય પદ્ઘતિ મુજબ ભરતી કરે તો કોઈ નવી નીતિ કે પોલીસી બનાવવાની જરૂર રહેતી નથી. જેથી વ્યાયામ અને કલા વિષયના શિક્ષકોની ફરજીયાત અને કાયમી નિમણુક કરવામાં આવે તેવી માંગ કરી છે.

(11:37 am IST)