Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

લોધીકા-રીબડા રોડની બંને સાઇડે ઠેર ઠેર ગાંડા બાવળના ઝૂંડથી સતત અકસ્માતનો ભય

(સલીમ વલોરા દ્વારા) લોધીકા તા. ૪ : લોધીકા-રીબડા સ્ટેટ હાઇવેની બંને સાઇડે ઠેર-ઠેર ગાંડા બાવળના ઝૂંડને લઇ સતત અકસ્માતનો ભય રહે છે. ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કરવા રજુઆત થયેલ છે

સાંગણવા પંચાયતના સદસ્ય આંબાભાઇ રાખૈયા તથા ધીરૂભાઇ શીંગાળાની રજુઆત મુજબ લોધીકા, રીબડા માર્ગ પર રાજકોટ-ગોંડલના વાહનોને આવવા જવા સતત ટ્રાફીક રહે છે. આ માર્ગ-પર નાના તેમજ મોટા વાહનો તથા એસટીની બસોની પણ અવર-જવર રહેછે. હાલમાં પડેલ ભારે વરસાદને પગલે રોડની બંને સાઇડે ઠેર-ઠેર ગાંડા બાવળના ઝૂંડની ડાળીયો રસ્તા સુધી વિસ્તરી ગયેલ છે જેથી બંને સાઇડે આવતા-જતા વાહનોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ખાસ કરીને રસ્તાની ગોલાઇ પર વાહનો સામ-સામે આવી જાય ત્યારે ખબર પડે છે. જેથી સતત અકસ્માતનો ભય રહે છે. ત્યારે આ રસ્તાની બંને સાઇડ ફુટી નીકળેલા ઝૂંડના નિરાકરણ માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવેલ છે.

(11:41 am IST)
  • ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ને શરૂ થવામાં હવે ફક્ત 15 દિવસનો સમય બાકી રહી ગયો છે. પરંતુ ફટાફટ ક્રિકેટના મહાકુંભના શિડ્યૂલને હજુ રિલીઝ કરવામાં આવ્યું નથી. આ દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી એ આઇપીએલ 2020નું શિડ્યૂલને લઇને અંતિમ ચુપ્પી તોડી દીધી છે. તાજેતરમાં દાદાએ જણાવ્યું હતું કે આગામી આઇપીએલ સીઝન 13નું ફૂલ શિડ્યૂલ 4 સપ્ટેમ્બર 2020 એટલે કે શુક્રવારે જાહેર થાશે. access_time 1:41 am IST

  • એવા સાંસદોએ ૧૪ દિ' કવોરન્ટાઇન રહેવું પડશે ૧૪ મીથી શરૂ થતા સંસદ સત્ર માટે તમામ સાંસદો માટે કોવિડ ટેસ્ટ ફરજીયાતઃ જો કોઇપણ સાંસદના પરિવારજન કે અંગત સ્ટાફમાંથી કોઇપણને કોરોના પોઝીટીવ આવશે તો સાંસદે ૧૪ દિવસ કવોરન્ટાઇન થવું પડશેઃ સાંસદો માટે ૭ર કલાક પૂર્વે કોવિડ કરાવવો ફરજીયાત છે access_time 5:26 pm IST

  • ચેન્નાઈ સુપર કિંગ્સની ચિંતા વધી : હવે હરભજન પણ આઈપીએલમાંથી બહાર :સુરેશ રૈના બાદ સ્ટાર ઓફ સ્પીનર હરભજને પણ આઈપીએલમાં નહિં રમવાનો નિર્ણય લીધો છે : એવું માનવામાં આવે છે કે હરભજને કોરોના વાયરસની બીકના લીધે આઈપીએલ નહિં રમવાનું નક્કી કર્યુ છે : ચેન્નઈની ટીમ યુએઈ ગઈ ત્યારે તે ટીમની સાથે જોડાયો ન હતો ત્યારથી જ તેના રમવા અંગે અટકળોનો દોર શરૂ થઈ ગયો હતો access_time 3:47 pm IST