Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

ઉનાઃ ૩ સ્થળે સોનાના દાગીના ગેસનો બાટલો ટીવીની ચોરી કરનાર ઇકબાલ હાજી મકરાણી ઝડપાયો

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૪: ત્રણ સ્થળે સોનાના દાગીના ગેસનો બાટલો અને ટીવીની ચોરી કરનાર ઉનાનો ઇકબાલ હાજી મકરાણીને પોલીસે પકડીને ચોરાઉ મુદામાલ કબજે કરેલ છે.

પોલીસ મહાનિરીક્ષક શ્રી મનીન્દરસીંગ પવાર જુનાગઢ રેન્જ જુનાગઢ તથા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી ગીર સોમનાથ તથા ઇન્ચાર્જ ના. પો. અધિ. એમ. એમ. પરમાર વેરાવળ વિભાગ, ગવેરાવળનાઓએ પો. સ્ટે. વિસ્તારમાં અગાઉના ચોરીના અડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા માટે આપેલ સુચના મુજબ પો. ઇન્સ. વી. એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પો. હેડ કોન્સ. કે. જે. પીઠીયા તથા પો. હેડ કોન્સ. નિલેશભાઇ છગનભાઇ તથા પો. કોન્સ. ભીખુશા બચુશા તથા પો. કોન્સ. ધર્મેન્દ્રસિંહ હરાજસિંહ તથા અભિજીતસિંહ રાજેન્દ્રસિંહ તથા ગોપાલભાઇ દીપસિંહભાઇ નાઓ પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બસ સ્ટેન્ડ પાસે પહોંચતા પો. કોન્સ. ભીખુશા બચુશા તથા અભિજીતસિંહ રાજેન્દ્રસિંહની સંયુકત બાતમી મળેલ કે ઇકબાલ હાજીભાઇ મકરાણી જે ઉનામાં થયેલ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ હોય તે વડલા ચોકી પાસે ઉભો છે.

બાતમીના આધારે હકિકત વાળી જગ્યાએ જઇ મજકુર ઇસમનું નામ ઠામ પુછતા પોતાનું નામ ઇકબાલ હાજીભાઇ મકરાણી મુસ્લીમ ઉ.વ. ૩પ રહે. ઉના વાળા હોવાનું જણાવેલ જેથી મજકુર ઇસમને પોલીસ સ્ટેશન લાવી આગવી ઢબે પુછપરછ કરતા મજકુર ઇસમે અગાઉ વિદ્યાનગર, રામનગર ખારો તેમજ જસરાજ નગરમાં અલગ અલગ જગ્યાએ ચોરી કરેલાનું કબુલાત કરતો હોય જે અનુસંધાને ઉના પો. સ્ટે. આઇ.પી.સી. ક. ૪પ૪, ૪પ૭, ૩૮૦ આઇ.પી.સી. ક. ૪પ૪, ૪પ૭, ૩૮૦ ના ગુન્હા દાખલ થયેલ હોય જે કામે મજકુર ઇસમ પાસેથી ગુનાના કામે ચોરી ગયેલ મુદામાલ ઇન્ડેન ગેસનો બાટલો જેની કી. રૂ. ૩૦૦૦/- એલ.ઇ.ડી. ટીવી કી. રૂ. પ૦૦૦/- તેમજ સોનુ જેમા દાણો, સર, ઓમકાર, વીટી તથા ચાંદીના છડા, જુડો, બોરીયા અને કડલી જેની આશરે કી. રૂ. ૩૮૦૦૦/- લોખંડની કોશલ, ગણેશીયો, પકડ, ડીસમીસ તથા લોખંડનો સળીયો જેની કિં. રૂ. ૧૦/- પોલીસે કબજે કરેલ છે. આરોપી તથા ચોરી મુદામાલ પકડી ઉપરોકત ગુન્હાના કામે ધોરણસર અટક કરી કાર્યવાહી કરેલ છે.

(11:44 am IST)