Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

ધ્રાંગધ્રા હળવદ રોડ ઉપર ટ્રક ચાલકે સાઈકલ સવારને ટક્કર મારતા મોત

સિકટોરિટી ગાર્ડની ફરજ પૂરી કરી પરત ફરતાં ભોગ બન્યો

વઢવાણ,તા.૪ : સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના બનાવો વધી રહ્યાં છે ત્યારે ધ્રાંગધ્રા-હળવદ હાઈવે ઉપર હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો જેમાં ટ્રકચાલકે સાયકલસવારને અડફેટે લેતાં ગંભીર ઈજાઓ પહોંચતાં સાયકલ સવારનું ઘટના સ્થળે મોત નીપજયું હતું.

ધ્રાંગધ્રા-હળવદ રોડ પર કોર્ટની સામે પુરપાટ ઝડપે જઈ રહેલ ટ્રકના ચાલકે સાયકલ પર જઈ રહેલ શખ્સને અડફેટે લેતાં સાયકલ સવારને ગંભીર ઈજાઓ પહોંચતાં ઘટના સ્થળે મોત નીપજયું હતું. જયારે અકસ્માત બાદ ટ્રકચાકલ નાસી છુટયો હતો જયારે પ્રાથમિક તપાસમાં સાયકલ સવાર સીકયોરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો અને નોકરી કરી પરત ફરી રહ્યો હતો.

તે દરમ્યાનઅકસ્માત સર્જાતા મોત નીપજયું હતું. જયારે આ બનાવની જાણ થતાં મૃતકના પરિવારજનો સહિત પોલીસ કાફલો દ્યટના સ્થળે આવી પહોંચ્યો હતો અને મૃતકની લાશનો કબ્જો  પીએમ અર્થે મોકલવાની તજવીજ હાથધરી હતી.  ઉલ્લેખનીય છે સુરેન્દ્રનગર જિલ્લામા નિયમોનું ઉલંધ્ધન કરી ગેરકાયદેસર ઓવરલોડ ડમ્પરો તેમજ ભારે વાહનો પસાર થાય છે. છતાં તંત્ર દ્વારા કોઈ જ પગલા લેવામાં આવતાં નથી.

અગાઉ પણ ડમ્પરોની અડફેટે અનેક લોકોના મોત નીપજી ચુકયાં છે.

(11:45 am IST)