Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

માણાવદરના વાદરડી ગામે ખેડુત નદીમાં ડુબી ગયા

ધસમસતી સાવરી નદીના સામાં કાંઠે ઉભેલા પરિવારને ઘાસચારો આપવા ઉતરેલા

માણાવદર તા. ૪ તાલુકામાં ૬૦ ઇંચથી વધુ વરસાદે અનેક ખેતરો મોલાત સાથે નુકશાની ઉપરથી ભાદરડેમ વેણુડેમ, સહિત અનેક ડેમો જુદી-જુદી નદીઓના પુર હોનારતની નુકશાની થતા હાલ ઘણા ગામોમાં હજી ઘાસચારાની તંગી ઉદ્દભવી છે.

મોલાત સારી થશે તો જીવન નિર્વાહ કરશું પરંતુ તે આશા ઠગારી નીવડી છે હજારો એક જમીનો મોલાત નુકશાની છે તો પશુ ચારો પણ પુરતોનથી તેવી સ્થિતિમાં તાલુકાના પાદરડી ગામે ખેતી કામ ત્થા પશુપાલન કરી જીવન નિર્વાહ ચલાવતા કેશવાળા સંજયભાઇ નાથાભાઇ (ઉ.૩૮) સવારે ગામની નજીક ખેતરેથી પશુઓ માટે પશુચારાનો ભારો લઇ સામેકાંઠે ઉભેલા તેમના પત્ની-બાળકોને નદી ઉપર રહેલા પુલ કે આજે પણ તે ધસમસતી સાબરી નદીવેણ છે તેમાંથી પશુચારો દેવા આ કાંઠે આવી રહેલ તે દરમ્યાન પગ લપસતા નદીમાં પડેલ અને ડુબી જતા મૃત્યુ પામતા પરિવારની નજર સામેજ તણયાા હતા તેથી પરિવાર હતભ્રત થયો હતો તેની જાણ ડિઝાસ્ટર ટીમ માણાવદર સ્થાનીક ટીમ ઠેબા સહિત ડેડબોડીની શોધખોળ કરી હતી.

આ બનાવથી નાનકડા ગામમાં શોક ફેલાયો છે. મરણ જનારને દિકરો-દિકરી પ થી૧૦ વર્ષના જ છે જે બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

(11:46 am IST)