Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

અમરેલી શિવમ પેટ્રોલીયમમાં ઓનલાઇન સીએનજી સ્ટેશનનો પ્રારંભ

અમરેલી : અમરેલી ધારી રોડ પર આવેલા શિવમ પેટ્રોલીયમ ખાતે સીએનજી ઓનલાઇન સ્ટેશનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સીએનજી વાહન ધારકોને બિલકુલ નજીકમાં આ સુવિધા પ્રાપ્ત થઇ છે. આ પ્રસંગે ગુજરાત ગેસના અધિકારી રૂપેન ભાવસાર ઉર્મિ મહેતા બીપીસીએલના ઉમંગ પુરોહિત તથા બી.એ. વાળા તેમજ તોલમાપ અધિકારી જયરાજ સોલંકી ઉપસ્થિત રહ્યા હતાં. ઉત્તમભાઇ તેમજ મોહિતભાઇ બસિયાએ સૌને આવકાર્યા હતાં.

(12:57 pm IST)