Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

જુનાગઢમાં શિક્ષણાધિકારીની શૈક્ષણિક સંઘના હોદ્દેદારો સાથે મીટીંગ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૪ : નવનિયુકત જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આર.એસ. ઉપાધ્યાયે જિલ્લાનો ડીઇઓ. તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ જિલ્લાના તમામ સંઘના હોદેદારો સાથે મીટીંગ યોજેલ હતી. આ મીટીંગમાં પોતાની કામ કરવાની પદ્ધતિ અને કામ લેવાની પદ્ધતિ વર્ણવી હતી. જુનાગઢ જીલ્લા શિક્ષણ કચેરીના ઇતિહાસમાં વર્ષો પછી એક સાથે તમામ વર્ગના હોદેદારની મીટીંગ થઇ છે.

આ તકે રાજય શાળા સંચાલક મંડળના મહામંત્રી કનુભાઇ સોરઠીયા, માધ્યમિક શિક્ષણ સંઘના પ્રમુખ નિલેષભાઇ સોનારા, આચાર્ય સંઘના પ્રમુખ લુણાગરીયા, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘના પ્રમુખ વેજાભાઇ પીઠીયા, અશોકભાઇ ખુમાણ, સંચાલક મંડળના મહામંત્રી લક્ષ્મણભાઇ રાવલીયા, જિગ્નેશભાઇ નકુમ, મંડળના મનુભાઇ ડાંગરે હાજરી આપેલ હતી. જુનાગઢ માધ્યમિક શિક્ષણ સંઘના પ્રમુખ નિલેષભાઇ સોનારાની યાદીમાં જણાવ્યું છે.

(1:02 pm IST)