Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

ગોંડલ - રાજકોટ યાર્ડમાં નવી મગફળીની આવકો શરૃઃ ભાવ ૮૦૦ થી ૧૦૦૦ રૂ.

ગોંડલમાં ૧પ૦ અને રાજકોટમાં ૧પ ગુણીની આવકો થઇઃ ગોંડલમાં ૯૦૦ થી ૧૦૦૦ રૂ. અને રાજકોટમાં ૮૦૦-૯૦૦ના ભાવે સોદા પડયા

રાજકોટ તા.૧૮ : ગોંડલ અને રાજકોટ માર્કેટ યાર્ડમાં આજથી નવી મગફળીની આવકો શરૂ થઇ છે. મગફળી એક મણના ભાવ ૮૦૦ થી ૧૦૦૦ રૂ. મળતા ખેડુતો રાજી રાજી થઇ ગયા હતા. ગોંડલ માર્કેટયાર્ડમાં આજે નવી મગફળીની  ૧પ૦ ગુણીની આવકો  થઇ હતી. નવી મગફળી એક મણના ભાવ ૯૦૦ થી ૧૦૦૦ રૂ.ના ભાવે સોદા પડયા હતા, જયારે રાજકોટ માર્કેટયાર્ડમાં નવી મગફળીની ૧પ ગુણીનો આવકો થઇ હતી અને ભાવ ૮૦૦ થી ૯૦૦ રહયા હતા. વેપારી સુત્રોના જણાવ્યા મુજબ જે ખેડુતોને પાણીની વ્યવસ્થા હોય તેઓએ મગફળીની આગોતરૂ વાવેતર કર્યુ હોય છે અને આ આગોતરા વાવેતરની મગફળીની આવકો શરૂ થઇ છે. સામાન્ય રીતે સૌરાષ્ટ્રના મુખ્ય પાક ગણાતા મગફળીની નોરતામાં આવકો થતી હોય છે.અત્રે નોંધનીય છે કે, ગત વર્ષે ખેડુતોને કપાસમાં યોગ્ય વળતર ન મળતા ચાલુ વર્ષે મોટાભાગના ખેડુતો મગફળીના પાક ઉપર પસંદગી ઉતારી છે અને સૌરાષ્ટ્રમાં મોટાપાયે મગફળીનું વાવેતર થયું છે. નવી મગફળીના ભાવ ૮૦૦ થી ૧૦૦૦ રૂ. મળતા ખેડુતોમાં ખુશાલી વ્યાપી છે.જો કે, આ ભાવો આગામી દિવસોમાં યથાવત રહેશે કે કેમ ? પણ તે અંગે ખેડુતો મુંઝવણમાં છે.

(1:04 pm IST)