Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના નાના કાજલીયાળા ગામે વાડીમાં કૂવો બેસી ગયો : ઉભો પાક નિષ્ફળ

જુનાગઢ : જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના નાના કાજલીયાળા ગામે સીમ વિસ્તારમાં ખેતીની જમીન ધરાવતા રમેશભાઈ વાઘેલાના ખેતરમાં ભારે વરસાદને કારણે પાકો કૂવો બેસી જતા તેઓએ વળતરની માંગણી કરી છે  તેમજ આ સીમ વિસ્તારમાં તાજેતરમાં બોડકા ગામ સુધીનો રસ્તો બનવાને કારણે ખેતરમાંથી પાણી નો નિકાલ થઇ ન શકતા પાક નિષ્ફળ ગયો હોય તાત્કાલિક સર્વે કરવા માંગણી કરવામાં આવી છે

(2:41 pm IST)