Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

મોરબી ભાજપમાં થશે ભંગાણ, કિશોર ચીખલિયા ફરી કોંગ્રસનો હાથ પકડી ઘરવાપસી કરશે..

મોરબી : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે મોરબી ભાજપમાં ભંગાણ પડ્યું છે. જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોર ચીખલિયા હવે કોંગ્રેસમાં જોડાવવા જઈ રહ્યા છે.  નોંધનીય છે કે પક્ષ પલટા અંગે હાલ તેમણે કોઈ નિવેદન નથી આપ્યું પરંતુ ૨૦૨૦ પેટા ચુંટણી સમયે કિશોર ચીખલીયા કોંગ્રેસમાંથી નારાજ થઈને ભાજપમાં આવ્યા હતા હવે ફરી કોંગ્રેસમાં જતા મોરબીના રાજકારણમાં ગરમાવો આવ્યી છે. આવતીકાલે તેઓ અમદાવાદ ખાતે કોંગ્રેસની પ્રદેશ કોંગ્રેસ ઓફિસે સિનિયર આગેવાનોની ઉપસ્થિતમાં કોંગ્રેસમાં જોડાશે. એ સમયે પણ તેઓ ગાડીઓના કાફલા સાથે શક્તિ પ્રદર્શન કરતા અમદાવાદ પહોચશે કોંગ્રેસમાં.

 

(12:01 am IST)