Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

મોરબી જીલ્લામાં પોલીસ વડા દ્વારા 3 PSI અને 3 PIની આંતરિક બદલી કરાઈ

મોરબી જીલ્લામાં પોલીસ વડા દ્વારા 3 PSI અને 3 PIની આંતરિક બદલી કરવામાં આવી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર લીવ રીઝર્વ પર ફરજ બજાવતા 3 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે. જેમાં PSI એચ.આર.હેરભાની ટંકારા પોલીસ મથક ખાતે, PSI  સી.એમ.કરકરની રીડર ટુ વિ.પો.અધિ.મોરબી ખાતે અને PSI એમ.જે.ધાંધલની હળવદ પોલીસ મથક ખાતે બદલી કરવામાં આવી છે. જયારે લીસ ઇન્સ્પેક્ટરની વાત કરીએ તો લીવ રીઝર્વ પર ફરજ બજાવતા PI કે.એ.વાળાની મોરબી તાલુકા પોલીસ મથક ખાતે, લીવ રીઝર્વ પર ફરજ બજાવતા PI એચ.એ.જાડેજાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે અને PI એમ પી.પંડ્યાની મોરબી ખાતે લીવ રીઝર્વ પર બદલી કરવામાં આવીછે. આ ઉપરાંત પો.ઇ.એમ.પી. પંડ્યાએ પોઇ. એસ ઓ જી. મોરબીનો વધારાનો ચાર્જ સંભાળવાનો રહેશે.

 

(12:02 am IST)