Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

સુરેન્દ્રનગરના સરાનાં અંબાજી માતાજીના સાનિધ્યમાં વર્ષો જુની ગરબીમાં હવન

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૪: ગામે અંબાજી ચોકમા આવેલ અંબાજી માતાજીના સાનિધ્યમા વર્ષો જુની ગરબીનુ આયોજન કરવામા આવેલ છે મા અંબાના ગુણગાન ગાતા ગરબાએ મહિલાઓ ઝુમી રહી છે નવરાત્રીની આઠમના દિવસે વૈદૌકત મંત્રોચ્ચાર સાથે હવનનુ આયોજન કરવામા આવેલ હવન દર્શન અને આઠમની પ્રસાદીનો લાભ લઇ માઇભકતોએ ધન્યતા અનુભવી હતી રાજશકિત ગૃપ જહેમત ઉઠાવી રહયુ છે.

(11:41 am IST)