Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

ગોંડલમાં વરિષ્ઠ લોહાણા સમાજ દ્વારા ઝુંપડપટ્ટીના જરૂરિયાતમંદોને મીઠાઈનું વિતરણ

 ગોંડલ : ગાંધી જયંતિના દિવસે વરિષ્ઠ લોહાણા સમાજ દ્વારા ગોંડલના ઝુંપડપટ્ટી વિસ્‍તારમાં દશેરા નિમિત્તે શુદ્ધ મીઠાઈના અડધો કિલોના ૧૦૧ બોક્ષ મીઠાઈનું વિતરણ કરવામાં આવ્‍યું. જેમાં પ્રમુખ પ્રકાશભાઈ ઠકરાર, રમેશભાઈ કટારીયા ઝવેરી, ઉપપ્રમુખ જગદીશભાઈ ગણાત્રા, સુનિલભાઈ ગઢિયા,  અશોકભાઈ બુદ્ધદેવ, મંત્રી મનોજભાઈ અટારા, સહમંત્રી ચંદુભાઈ સોમૈયા, ખજાનચી શૈલેષભાઈ રેશમિયા, ઇન્‍ટરનલ ઓડિટર કૌશિકભાઈ પાવાગઢી, લીગલ એડવાઈઝર રવિરાજભાઈ ઠકરાર, જીતુભાઈ સોનપાલ, ઉમેદભાઈ પોંદા, રાજેશભાઈ તન્ના, પ્રવીણભાઈ ચંદારાણા, કિશોરભાઈ દાવડા તથા જગદીશભાઈ તન્ના વિગેરે ઉપસ્‍થિત રહી સમાજસેવાના આ કાર્યમાં સહભાગી બન્‍યા હતા.

 

(11:43 am IST)