Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

જામનગરમાં દારૂ પકડાયો

જામનગર તા.૪ : ઢીચડા રોડ ઉપર સેનાનગરમાં રહેતા મહેશભાઇ હદાભાઇ વલાણીના મકાનમાંથી ઇગ્‍લીશ દારૂ બોટલ નંગ-પર કિ. રૂા.ર૦,૮૦૦ તથા એક મોબાઇલ ફોન કિ. રૂા.પ૦૦૦ મળી કુલ રૂા. રપ,૮૦૦નો મુદામાલ મળી આવતા કબ્‍જે કરી મજકુર આરોપીઓ વિરૂધ્‍ધ પો. કોન્‍સ. શિવભદ્રસિંહ જાડેજાએ ફરીયાદ રીપોર્ટ આપતા પો. હેડ કોન્‍સ. દિલીપભાઇ તલવાડીયાએ પ્રોહીબીશન ધારા હેઠળ  મહેશભાઇ હદાભાઇ વલાણી રહે. ઢીડા રોડ, સેનાનગર,  જામનગર મુળ માળીગામ તા. કલ્‍યાણુપર સામે કાર્યવાહી કરી છે. પકડવાના બાકી આરોપી (૧) હરપાલસિંહ ચાવડા રહે. તીરૂપતી સોસાયટી, જામનગર. (ર) સાજાભાઇ સાખરા રહે. વ્‍યાસ પંપની પાછળ ખંભાળિયા છે.

આ કાર્યવાહી ઇન્‍ચાર્જ પો. ઇન્‍સ. કે.જે. ભોયની સુચનાથી પો.સ.ઇ. આર.બી. ગોજીયા, પો. સ.ઇ. સી.એમ.કાંટેલીયા પો. સ.ઇ. એ.બી.ગંધા, પો.સ.ઇ. કે.એચ.ભોચીયા તથા એલ.સી.બી. સ્‍ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, અશોકભાઇ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્‍યામભાઇ ડેરવાળીયા, અજયસિંહ ઝાલા, ફિરોજ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, ધર્મેન્‍દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઇ ચૌહાણ, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી તથા ધર્મેન્‍દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(11:48 am IST)