Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

ગોંડલમાં જુગાર રમતી પ મહિલા પકડાઇ

રાજકોટ તા. ૪ :.. ગોંડલમાં વોરા કોટડા રોડ ઉપર ત્રણ માળીયા કવાર્ટર પાસે જાહેરમાં જૂગાર રમતી પ મહિલાને પોલીસે ઝડપી લીધી હતી.
મળતી વિગતો મુજબ ગોંડલ વોરાકોટડા રોડ ત્રણ માળીયા આઇ. નં. કવાર્ટરની બાજુમાં જાહેર રોડ ઉપર જૂગાર રમાતો હોવાની બાતમી મળતા ગોંડલ સીટી પોલીસે રેઇડ કરી જૂગાર રમતા (૧) સોનલબેન યુનુસભાઇ સમા રહે. ગોંડલ વોરાકોટડા રોડ આવાસ કવાટર-આઇ-ર૧ (ર) મનીષાબેન લાલજીભાઇ મેર રહે ગોંડલ રોડ વોકરાકોટડા રોડ આવાસ કવાર્ટર નં. ૭૪૭ (૩) બધીબેન ધીરૂભાઇ પાટડીયા રહે. ગોંડલ વોરાકોટડા રોડ આવાસ કવાર્ટર નં. ૩૩૧ (૪) નીતાબેન ચીરાભાઇ ચૌહાણ રહે. ગોંડલ આવાસ કવાર્ટર (પ) સીમાબેન સમીરભાઇ મેઘાણી રહે. ગોંડલ આવાસ કવાર્ટર નં. આઇ-૯ તથા (૬) ખાલાબેન બસીરભાઇ સૈયદ રહે. ગોંડલ આવાસ કવાર્ટરને રોકડા રૂા. ૬૬ર૦ અને ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

 

(11:49 am IST)