Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

ગોંડલની મહીલા કોલેજમાં નવરાત્રી મહોત્‍સવ

ગોંડલ : મ્‍યુનિસિપલ મહીલા કોલેજમાં નવરાત્રી મહોત્‍સવ ઉજવાયો હતો. જેમા દાંડીયા,ગરબા અને આરતી શણગાર સ્‍પર્ધા રખાઇ હતી.કોલેજનાં ચેરમેન અર્પણાબેન આચાર્ય તથા પ્રિન્‍સિપાલ ડો.મિનાક્ષીબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ યોજાયેલ સ્‍પર્ધા તથા રાસગરબા માં બાળાઓએ હોંશભેર ભાગ લીધો હતો. મહોત્‍સવમાં ઉપસ્‍થિત ધારાસભ્‍ય ગીતાબા જાડેજા,નગર પાલીકા પ્રમુખ ભાવનાબેન રૈયાણી, કારોબારી અધ્‍યક્ષ ઓમદેવસિંહ જાડેજા, લો કોલેજ ચેરમેન ખુશ્‍બુબેન ભુવા, કાર્યાલય અધ્‍યક્ષ પી.એમ જાડેજા, ચિફ ઓફિસર અヘીનભાઇ વ્‍યાસ તથા શિક્ષણવિદ ગોપાલભાઈ ભુવાના હસ્‍તે બાળાઓને પુરસ્‍કાર અપાયા હતા. આ વેળાએ ધારાસભ્‍ય ગીતાબા જાડેજાએ વિદ્યાર્થીનીઓને શક્‍તિ સ્‍વરુપા બનવા અને જીવનમાં સંસ્‍કાર અને શિસ્‍તનું સિંચન કરવા શિખ આપી હતો.કાયઁક્રમ નુ સંચાલન પ્રા.ડો.પારુલબેન મહેતાએ કર્યુ હતુ.(તસ્‍વીર-અહેવાલ : જિતેન્‍દ્ર આચાર્ય ગોંડલ)

(11:55 am IST)