Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

ગોંડલની રાજકુંવરબા ગર્લ્‍સ સ્‍કુલમાં નવરાત્રી મહોત્‍સવ

ગોંડલ : પ્રજા વત્‍સલ્‍ય મહારાજા સર ભગવતસિહનો શિક્ષણ પ્રેમ જ્‍યાં ધબકી રહ્યો છે તે રાજવી પરીવાર દ્વારા સ્‍થાપિત અને સંચાલીત શહેરની ગૌરવંતી સંસ્‍થા મહારાણી રાજકુવરબા ગર્લ્‍સ હાઈસ્‍કૂલ ખાતે રાસોત્‍સવ ઉજવાયો હતો.જેમાં બાળાઓ દ્વારા પ્રાચીન ગરબા સાથે તલવારનો શોર્ય રાસ રજુ કરાયા હતા. મહારાણી રાજકુંવરબા રાજપુત કન્‍યા વિદ્યાલયની સ્‍થાપના સને ૧૯૪૫મા કરવામા આવી હતી.હાલ આ સંસ્‍થા ડાઉઝર મહારાણી કુમુદકુમારીજીની નિશ્રામા શિક્ષણ સાથે સંસ્‍કારનુ સિંચન કરી રહી છે.આ વિદ્યાલયમાં હાલ ૭૦૦ વિદ્યાર્થીનીઓ અભ્‍યાસ કરી રહી છે.અહી હોસ્‍ટેલ પણ કાર્યરત છે. જેમાં કચ્‍છ સૌરાષ્‍ટ્ર ગુજરાતની રાજપુત કન્‍યાઓ અભ્‍યાસ કરે છે. વિદ્યાલયમાં છેલ્લા ૭૭ વર્ષ થી નવરાત્રી પર્વમાં પ્રાચીન રાસોત્‍સવનું આયોજન થતુ રહ્યુ છે. યોજાયેલા રાસોત્‍સવમાં વતઁમાન રાજવી હિમાંશુસિંહ, ડાઉઝર મહારાણી કુમુદકુમારી , ઢાંક દરબાર શીવરાજસિંહ મહારાણી અલૌકિકાજી,ટેરા રાણી આરતીકુમારી, મુંબઈ ઓપેરા હાઉસના મેનેજિંગ ડિરેક્‍ટર આશિષભાઈ દોશી, વૈશાલીબેન દોશી, હવા મહેલના રાણી ભુવનેヘરીદેવી, રાજવી પરિવારના મિત્ર જર્મનીથી અતિથી બની આવેલા મીસ્‍ટર ગૌડા તથા ગૌરજા, ધારાસભ્‍ય ગીતાબા જાડેજા, ભુવનેヘરી પીઠ નાં ડો.રવિદર્શન, પાલીકા સદસ્‍ય રાજેન્‍દ્રસિંહ જાડેજા, પળથ્‍વીસિહ જાડેજા, રસાશ્રમના કિશનભાઈ વ્‍યાસ, શ્‍વેતાબેન વ્‍યાસ, દિગ્‍વિજયસિંહ જાડેજા, શહેર તાલુકા ક્ષત્રીય યુવક મંડળના સદસ્‍યો, રાજપુત મહીલા મંડળના બહેનો સહીત બહોળી સંખ્‍યામાં શહેરીજનો ઉપસ્‍થિત રહ્યા હતા. રાજવી હિમાંશુસિંહના હસ્‍તે બાળાઓને પ્રસાદી રૂપે લ્‍હાણી વિતરણ કરાયું હતું.(તસ્‍વીર-અહેવાલ : જીતેન્‍દ્ર આચાર્ય ગોંડલ)

(11:55 am IST)