Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર, માટેલધરા ખાતે દશેરા એ હવન

(હિતેશ રાચ્છ દ્વારા) વાંકાનેરઃ વાંકાનેર તાલુકાના જગ વિખ્યાત સૌરાષ્ટ્રનુ પવિત્ર યાત્રાધામ આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર માટેલધરા ખાતે આસોના રૃડા નવરાત્રીની ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે ઉજવણી થઈ રહેલ છે નવરાત્રીના પાવન પર્વે દરરોજ રાત્રીના નાની નાની બાળાઓ દ્વારા માતાજીના ગરબાની રંગત જામે છે તૅમજ માતાજીના આખ્યાન રજૂ થાય છે માતાજીના નવલા નોરતામા માતાજીના નિજ મંદિરમા વિધ વિધ જાતના ફૂલોની રંગોળી કરવામાં આવે છે તૅમજ રગબેરંરગી સિરીઝોથી મંદિર શુભોષિત કરવામાં આવેલ છે દરરોજ સવારે અને સાંજે માતાજીની મહાઆરતીમા વિશાળ સંખ્યામા ભાવિક ભકતજનો દર્શનનો લાભ લઈ રહયા છે તૅમજ ભોજનાલયમા મહાપ્રસાદ લઇને ધન્ય થાય છે પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ ૅ દશેરા ૅ ના રોજ તારીખ ૅં ૫ / ૧૦ / ૨૨ ને બુધવારના રોજ માતાજીનો ૅ હવન ૅ રાખેલ છે જે યાદી આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર, માટેલધરાના મહંતશ્રી રણછોડદાસબાપુ દુધરેજીયાની યાદીમાં જણાવાયુ છે.

(11:56 am IST)