Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

ગોંડલઃ ભુવનેશ્વરી પીઠ પરશુરામ ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્‍ઠા : ગુજરાતભરના બ્રહ્મ આગેવાનોની હાજરી

ગોંડલ, તા.૪: ગોંડલના વિશ્વપ્રસિધ્‍ધ ભુવનેヘરી પીઠ  ખાતે  આચાર્યશ્રી ઘનશ્‍યામજી મહારાજના અધ્‍યક્ષ પદે ભગવાન વિષ્‍ણુના છઠ્ઠા અવતાર ભગવાન શ્રી પરશુરામજીની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠાનો પ્રસંગ  સમસ્‍ત ગુજરાત બ્રહ્મસમાજના પ્રમુખ  પિનાકીનભાઈ રાવલના હસ્‍તે સંપન્ન થયો હતો. આ પ્રસંગે મહામંત્રી  અનિલભાઈ શુક્‍લ, મહિલા પાંખના પ્રમુખ  ધારિણીબેન શુક્‍લ, રાજકોટ બ્રહ્મસમાજ પ્રમુખ પંકજભાઈ રાવલ,  ગોંડલ સમસ્‍ત બ્રહ્મસમાજના પ્રમુખ જીતુભાઇ આચાર્ય, યોગેન્‍દ્રભાઇ જોશી, રાજકોટ મહાનગર પાલિકાના મેયર પ્રદિપભાઇ ડવ, કચ્‍છ-સૌરાષ્‍ટ્ર બ્રહ્મસમાજના આગેવાનો, બ્રહ્મ આગેવાન મિલિંદ પુરોહિત,  આનંદ જોશી તેમજ વિશાળ સંખ્‍યામાં અન્‍ય બ્રહ્મબંધુઓ અને ભાગીનીઓ ઉત્‍સાહભેર ઉપસ્‍થિત રહ્યા હતા.(તસ્‍વીર-અહેવાલઃ જીતેન્‍દ્ર આચાર્યઃ ગોંડલ)

(11:56 am IST)