Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

વાંકાનેરમાં અંતિમ ચરણોમાં જામતો નવરાત્રી મહોત્સવ : બાળાઓ તથા આયોજકો દ્વારા ભાવપૂર્વક માતાજીની આરાધના

વર્ષો જુની ધર્મચોક તથા આશાપુરા ગરબી મંડળમાં મેલડી માતાજીની સવારી યોજાઇ : જોવા માટે માંઇ ભકતોની મોટી સંખ્યામાં ભીડ

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર,તા. ૩ : શહેરમાં ભારે ઉત્સાહ સાથે અંતિમ ચરણોમાં નવરાત્રી મહોત્સવ વિવિધ ગરબી મંડળો દ્વારા ભારે જમાવટ કરી રહ્યા છે.

બાળાઓ તથા આયોજકો દ્વારા માતાજીની હૃદયપૂર્વક ભાવથી આરાધનાઓ કરી રહ્યા છે. વાંકાનેરના વર્ષો જુના પ્રાચીન-અર્વાચીન ગરબી મંડળોમાં જડેશ્વર રોડ પર શ્રી ખોડિયાર ગરબી મંડળ તથા રામચોક ખાતે રામચોક નવરાત્રી મંડળ તથા માર્કેટચોક ખાતેશ્રી આશાપુરા ગરબી મંડળ, પ્રતાપચોક ખાતે પ્રતાપચોક ગરબી મંડળ તથા દરબાર ગઢ પાસે શ્રી ક્રિષ્ના ગરબી મંડળ તથા સીટી સ્ટેશન રોડ ખાતેશ્રી ધર્મચોક ગરબી મંડળ તેમજ જીનપરા ચોક ખાતે બાળકો અને પુરૃષો દ્વારા યોજાતી જીનપરા ગરબી મંડળો દ્વારા ભારે જમાવટ કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોકત તમામ પ્રાચીન ગરબી મંડળો આઝાદી કાળથી યોજાઇ રહી છે. તો અમુક ગરબી મંડળો સદી વટાવી ચુકી છે.

ઉપરોકત ગરબી મંડળો દ્વારા બાળાઓને ડ્રેસ તથા લ્હાણી ઉપરાંત રોકડ પુરસ્કારો પણ આપવામાં આવતા હોય છે. ઉપરાંત દરેક બાળાઓને માંઇ ભકતો દ્વારા દરરોજ વિવિધ પ્રકારની પ્રસાદી તો ખરી જ જેમાં દિગ્વિજયનગર ખાતે યોજાતી ખોડિયાર ગરબી મંડળના સંચાલકો દ્વારા બાળાઓને દરરોજ લ્હાણી તથા આઈસ્ક્રીમ, કેન્ડી, કોન, ભેળ સહિતની આઇટમો આપવામાં આવતી હોય છે.મણીકણી મંદિર ખાતે ૬૬ વર્ષથી યોજાતી પ્રાચીન શ્રી આશાપુરા ગરબી મંડળમાં માત્ર પાંચ વર્ષની ઉંમર બાળ કલાકાર ક્ષત્રીય પરીક્ષીતસિંહ હરીશચંદ્રસિંહ ઝાલા, આ મંડળમાં ડ્રમ સેટ વગાડી ઉપસ્થિત સૌ કોઇ માંઇ ભકતો આ બાળકને જોઇ થંભી જતા હોય છે. ત્યારે સૌ પણ બોલી ઉઠતા હોય છે. આ બાળક ઉપર માતાજીની કૃપા હોય તો આ ઉંમરે આ કાર્ય કરી શકતા હોય.

(11:58 am IST)