Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

વહેલી સવારે ઠંડકનો ચમકારો

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મિશ્ર ઋતુનો અહેસાસ

રાજકોટ તા. ૪ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં સર્વત્ર મિશ્ર ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. વહેલી સવારના સમયે સામાન્‍ય ઠંડકનો ચમકારો અનુભવાયો હતો.

જામજોધપુર પંથકમાં હજુ મેઘરાજા વિદાય લીધી નથી, અને આજે બપોર પછી એકાએક હવામાનમાં પલટો આવ્‍યા પછી વરસાદ પડી ગયા ના અહેવાલો મળી રહ્યા છે.

જામજોધપુર

 જામજોધપુર પંથકમાં હજુ મેઘરાજા વિદાય લીધી નથી, અને કાલે બપોર પછી એકાએક હવામાનમાં પલટો આવ્‍યા પછી વરસાદ પડી ગયાના અહેવાલો મળી રહ્યા છે.

જામજોધપુર ટાઉન તેમજ આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં બપોરે ચાર વાગ્‍યા પછી એકાએક હવામાન પલટાયું હતું. સૂર્યદેવતાના આકરા પ્રકોપ પછી આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા, અને ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો હતો.

એકાદ કલાકના સમયગાળા દરમિયાન પોણો ઇંચ પાણી પડી ગયું હોવાના અહેવાલો મળ્‍યા છે. જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્‍યા અનુસાર જામજોધપુર ટાઉનમાં ૧૭ મી.મી. વરસાદ નોંધાયો છે.

મોટી પાનેલી

અમરેલી જિલ્લાના ખાંભા અને ખાગેશ્રી , અમરેલી જિલ્લાના તાતણીયા ગીર તથા  જામજોધપુરમાં વરસાદ પડ્‍યો હતો.જામજોધપુર મા વરસાદના લીધે જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં ખેડુતોનો માલ પલળી ગયો હતો. જામજોધપુર તાલુકામા પણ વરસાદ પડ્‍યો હોવાનું અકિલા ફેસબુક લાઇવના શ્રોતા ચંદ્રેશભાઇ હિરાણીએ જણાવ્‍યું છે.

(12:00 pm IST)