Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

જામનગરના ધુળશીયા પાસે છકડો રીક્ષા ચાલકે કાબુ ગુમાવી દેતા મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૪: કાલાવડ ગામે કુંભનાથપરા વિસ્‍તારમાં રહેતા નીઝામુદીન નુરમામદભાઈ પરમાર, ઉ.વ.૪પ એ કાલાવડ ટાઉન પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી નીઝામુદીનના મોટાભાઈ અબ્‍દુલભાઈ નુરમામદભાઈ પરમાર, ઉ.વ.૬૦, રે. કાલાવડ વાળા પોતે પોતાની છકડો રીક્ષા જેના રજી.નં. જી.જે.૧૦-ડબલ્‍યુ-૮૩૪ર વાળી લઈને કાલાવડથી ધુળશીયા ગામે ફેરો નાખવા ગયેલ હતા એન ધુળશીયા ગામથી પરત કાલાવડ આવતા પોતે પોતાના છકડો રીક્ષા પુરઝડપે બેફીકરાઈથી ગફલતભરી રીતે ચલાવી આવી જે.પી.એસ. સ્‍કુલની સામેના પુલ પાસે પહોંચતા પોતે પોતાની છકડો રીક્ષા પરનો કાબુ ગુમાવી દેતા છકડો રીક્ષા પુલ નીચે ઉતરી જતા અબ્‍દુલભાઈને માથાના ભાગે તથા ડાબી આંખની નીચેના ભાગે ગંભીર ઈજા થતા સારવારમાં મરણ થયેલ છે.

રસ્‍તા પર પાણી ઢોળવા બાબતે બઘડાટી

 જામનગર જિલ્લાના વિભાપર ગામે રહેતા કિષ્‍નાબેન જયદીપભાઈ ગૌસ્‍વામીએ બેડી મરીન પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી કિષ્‍નાબેનને આરોપી ભરતસિંહ વાઢેરના પત્‍ની સાથે રસ્‍તા પર પાણી ઢોળવા બાબતે બોલચાલી થયેલ હોય જે વાતનું મનદુઃખ રાખી અને આરોપી ભરતસિંહ વાઢેર એ બનાવના દિવસે ફરીયાદી કિષ્‍નાબેન સાથે ઝઘડો કરેલ ભુંડી ગાળો બોલેલ તેમજ શરીરે ઢીકાપાટુ માર મારેલ અને લાકડાના ધોકા વડે માથાના ભાગે માર મારી ઈજા કરેલ અને કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

ઈદમિસ્‍જદ પાસે ઈંગ્‍લીશ દારૂની સાત બોટલ સાથે શખ્‍સ ઝડપાયો

અહીં સીટી એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. ખોડુભા કનુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, ઈદ મસ્‍જિદ રોડ આશાપુરા મંદિરની બાજુમાં જલેશ્‍વરી વસ્‍તુ ભંડારની બાજુમાં આરોપી સુરેશભાઈ ઉર્ફે ભીખો લંગડો શંકરલાલ માવના રહેણાક મકાને ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૭, કિંમત રૂ.૩,પ૦૦/- ના મુદામાલ સાથે રાખી ઝડપાઈ ગયેલ છે.

રહેણાક મકાનમાં ઈંગ્‍લીશ દારૂના જથ્‍થા સાથે શખ્‍સ ઝડપાયો : બે ફરાર

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. શિવભદ્રસિંહ મહોબતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, સેનાનગરમાં આરોપી મહેશભાઈ હદાભાઈ લખમણભાઈ વલાણી એ પોતાના રહેણાક મકાનમાં વિદેશી દારૂની બોટલ નંગ-પર, કિંમત રૂ.ર૦,૮૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-૧, કિંમત રૂ.પ૦૦૦/- મળી કુલ રૂ.રપ,૮૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી હરપાલસિંહ ચાવડા, સાજાભાઈ સાખરાની અટક બાકી હોય આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહેર સમાજની વાડી પાસેથી મોટરસાયકલ ચોરાયું

અહીં ખોડીયાર કોલોની મહેર સમાજ પાસે કવાર્ટર નં.૯ર માં રહેતા રવીરાજસિંહ શકિતસિંહ જેઠવા એ સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી રીવરાજસિંહએ પોતાના ઘર પાસે તેનું હિરો હોન્‍ડા કંપનીનું કાળા કલરના પોલીસ પટ્ટાવાળુ સ્‍પેલન્‍ડર મોટરસાયકલ જેના રજી.નં.જી.જે.૧૦-બી.કે.૧૬૩ર નું  કિંમત રૂ.૧૦,૦૦૦/- નું કોઈ અજાણ્‍યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

જામજોધપુરમાં જુગાર રમતા છ શખ્‍સો ઝડપાયા : એક ફરાર

જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. દિલીપસિંહ વાઘુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, ઘાસના ગોડાઉન પાસે વેલનાથ મંદિરની બાજુમાં આરોપી ભરતભાઈ મગનભાઈ સોલંકી, અજયભાઈ રમેશભાઈ મકવાણા, ભાવેશભાઈ મનસુખભાઈ ડાભી, રૂખડભાઈ ઉર્ફે પ્રેમભાઈ મગનભાઈ વાઘેલા, બાવનજીભાઈ ઉર્ફે બાલો સીદીભાઈ મકવાણા, મનસુખભાઈ કાનાભાઈ લોલાડીયા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧૦૧૭૦/ ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. સુનીલભાઈ નારણભાઈ રાઠોડ ફરાર થઈ ગયેલ છે  આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાડી દવા છંટકાવ કરતા યુવાનનું સારવાર દરમ્‍યાન મોત

અહીં જી.જી.હોસ્‍પિટલના ડો. એમ.એમ.હિરાણા એ ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, આ કામે મરણજનાર અજય દેવરાજભાઈ સોલંકી, ઉ.વ.ર૩, રે. ચામુંડા પ્‍લોટ, ધ્રોલ વાળા તેની વાડીએ દવા છાંટવા જતા દવાની અસર શરીરમાં થતા બેભાન થઈ જતા સારવારમાં જી.જી.હોસ્‍પિટલમાં દાખલ કરતા સારવાર દરમ્‍યાન મરણ થયેલ છે.

(1:30 pm IST)