Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

ભારત વિકાસ પરિષદ દ્વારા પ્રાંત કક્ષાની ‘ભારત કો જાનો' સ્‍પર્ધામાં જેતપુર શાખાની બન્ને ટીમ ટોપ ટેનમાં ઝળકી

જેતપુર તા. ૪ : ભારત વિકાસ પરિષદ - જેતપુર શાખા દ્વારા યોજાયેલ ૅભારત કો જાનોૅ મૌખિક પ્રશ્‍નમંચમાં અવ્‍વલ નંબરે આવેલ સરધારપુર પ્રાથમિક શાળાના તેજસ્‍વી વિદ્યાર્થીઓ હીના લાલુ તથા રવી લુહાર આત્‍મીય કોલેજ, રાજકોટ ખાતે યોજાયેલ પ્રાંત કક્ષાની (પ્રાથમિક વિભાગ) સ્‍પર્ધામાં ફાઈનલ રાઉન્‍ડમાં તળતીય નંબર પ્રાપ્ત કરી શાખા,શાળા તથા પરિવારનું ગૌરવ વધારેલ પ્રાંત પદાધિકારીઓ હસ્‍તે તેઓનું શીલ્‍ડ સાથે પુરસ્‍કાર અર્પણ કરી પ્રોત્‍સાહિત કરવામાં આવેલ.  સ્‍પર્ધાના (માધ્‍યમિક વિભાગ) માં  અક્ષર કન્‍યા વિદ્યાલય, શાળાના તેજસ્‍વી વિદ્યાર્થીઓ  જોવિઅલ પરમાર, કૌશિક સોલંકી ટીમ પાંચમા ક્રમે રહી હતી. રાષ્‍ટ્રીય સમૂહગાન સ્‍પર્ધામાં કુંભાણી મ્‍યુનિ. ગર્લ્‍સ સ્‍કૂલ ટીમ રાષ્‍ટ્રીય પ્રકલ્‍પ કાર્યક્રમને અનુરૂપ ત્રિરંગા પોશાક સાથે હિન્‍દી ગીત ખુબ સરસ રજૂ કરેલ.  આ પ્રાંત સ્‍પર્ધામાં જેતપુર શાખાના સંયોજક વિનોદભાઈ નૈયા, રાકેશભાઈ નાગર,  મુમતાઝબેન, ઓમ્‌ ધોળકિયા, સૌરાષ્‍ટ્ર કચ્‍છ પ્રાંત વિભાગીય સહમંત્રી  ચોટાઈ, પ્રમુખ મોણપરા, સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:31 pm IST)