Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

ખંભાળિયા શહેરી આવાસ યોજનામાં ગૃહ પ્રવેશ

ખંભાળિયા તા.૩ : પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત બનાસકાંઠા અંબાજી મુકામે મોદીના હસ્‍તે આંતરીક માળખાકીય વ્‍યવસ્‍થાઓ સાથેના સુવિધાસભર આવાસોના ઇ-લોકાર્પણ અને લાભાર્થીઓ દ્વારા બનાવેલ આવાસોના ઇ-લોકાર્પણ ગૃહ પ્રવેશના કાર્યક્રમના ઉપક્રમે તેમજ આ કાર્યક્રમના માધ્‍યમથી ખંભાલીયા શહેરના પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના પૈકીના લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવવામાં  અંગેનો એક કાર્યક્રમ ખંભાળિયા નગરપાલિકા યોગ કેન્‍દ્ર ખાતે યોજાયેલ હતો.

આ કાર્યક્રમમાં ગૃહ  નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરા તેમજ દેવભુમી દ્વારકા જીલ્લાના મહામંત્રી શૈલેષભાઇ કણઝારીયા, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઇ તન્‍ના, જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઇ નકુમ, બાંધકામ સમિતિના ચેરમેન જીતેન્‍દ્રભાઇ કણઝારીયા, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ભાવનાબેન જીજ્ઞેશભાઇ પરમાર, કારોબારી ચેરમેનશ્રી હીનાબેન આચાર્ય, નગરપાલિકાના સદસ્‍યશ્રીઓ ઇમ્‍તિયાખાન મહમદખાન લોદીન હંસાબા ભીખુભા જેઠવા મુકતાબેન કિશોરભાઇ નકુમ હરેશભાઇ મોહનભાઇ ભટ્ટ, રેખાબેન ખેતીયા, અરજણભાઇ રામભાઇ ગાગીયા, મહેશભાઇ  રવજીભાઇ ધોરીયા સહિતના ઉપસ્‍થિત રહેલ હતા.

સ્‍વાગત પ્રવચન નગરપાલિકાના વોર્ડ નં.૪ના સદસ્‍યશ્રી રેખાબેન ખેતીયા દ્વારા કરવામાં આવેલ. તેમજ ગૃહનિર્માણ બોર્ડના ચેરમેનશ્રી મુળુભાઇ બેરા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ભાવનાબેન જીજ્ઞેશભાઇ પરમાર તેમજ અન્‍ય મહાનુભાવો દ્વારા પ્રવચન કરવામાં આવેલ.

આ યોજના અંતર્ગત ખંભાલિયા નગરપાલિકા વિસ્‍તારમાં હાલ સુધીમાં કુલ રર૯ લાભાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવેલ છે. જે મુજબ પ્રત્‍યેક લાભાર્થી દીઠસાડા ત્રણ લાખની સહાય મુજબ કાલે અંદાજે રૂપિયા ૮ કરોડ જેટલી રકમની સૈધાંતિક મંજુરી આપવામાં આવેલ છે. જે પૈકી શહેરના ૭પ લાભાર્થીઓના આવાસો સંપુર્ણ રીતે પુર્ણ થયેલ  છે અને તેઓને ૧૦૦ ટકા સહાયની રકમ તેઓના ખાતામાં સીધે સીધી સરકારશ્રી દ્વારા જમા થયેલ છે. જે પૈકીના લાભાર્થીઓને આ કાર્યક્રમના માધ્‍યમથી ગૃહ પ્રવેશ કરાવવામાં આવેલ હતો. 

(1:32 pm IST)