Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

રીક્ષામાં ભુલાયેલ થેલો જુનાગઢ પોલીસે શોધી પરત કર્યો

જુનાગઢ, તા. ૪ : વિશ્વાસ પ્રોજેક્‍ટ અંતર્ગત ઇન્‍સ્‍ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્રારા ઓટો રીક્ષામાં રોકડ રકમ તથા નવા કપડા સહીતના સામાનનો રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતનો  ભૂલી ગયેલ થેલો નેત્રમ શાખા જૂનાગઢ દ્રારા શોધી કાઢેલ.

અરજદાર જીગ્નેશભાઇ રતીલાલભાઇ ધોકીયાના સબંધી ધારાબેન રવીભાઇ દેવળીયા જૂનાગઢના કાળવા ચોક વિસ્‍તારમાંથી ખલીલપુર રોડ જવા રીક્ષામાં બેઠેલ હતા, ખલીલપુર રોડ ઉપર ઊતરી ગયા બાદ તેમને માલૂમ થયેલ કે તેમની સાથે રાખેલ થેલો કે જેમાં ૨,૧૦૦/- રોકડ રૂપીયા તથા તેમણે માંગનાથ રોડ પરથી નવા ખરીદ કરેલ કપડા, નવરાત્રીમાં પહેરવાના ઓર્નામેન્‍ટસ, કટલેરીની વસ્‍તુ,  વિગેરે જેવી કુલ ૧૦,૦૦૦/- ની કીંમતના માલસામાનનો થેલો હતો, જે થેલો ભવિષ્‍યમાં મળવો મુશ્‍કેલ હોય, તે અને તેમના સબંધીઓ વ્‍યથિત થઈ ગયેલ હતા. જીગ્નેશભાઇ દ્વારા આ બાબતની  જાણ બી ડીવીઝન પો.સ્‍ટે.ના પી.આઇ. એન.એ.શાહને કરતા પી.આઇ. એન.એ.શાહ દ્રારા નેત્રમ શાખા (કમાન્‍ડ ્રૂ કંટ્રોલ સેન્‍ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને આ બાબતની જાણ કરતા નેત્રમ શાખા અને બી ડિવિઝન પોલીસ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.ં

ડીવાયએસપી એચ.એસ રત્‍નુના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પો.સ્‍ટે.ના પી.આઇ. એન.એ.શાહ, પો.કો.વનરાજસિંહ ચુડાસમા, ગોવીંદભાઇ પરમાર, નેત્રમ શાખા (કમાન્‍ડ  એન્‍ડ કંટ્રોલ સેન્‍ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, એ.એસ.આઇ. વર્ષાબેન વઘાસીયા, પો.કોન્‍સ. વિપુલભાઇ ચુડાસમાં, પાયલબેન વકાતર, એન્‍જી. રિયાઝભાઇ અંસારી સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી ધારાબેન જે સ્‍થળથી પસાર થયેલ તે સમગ્ર રૂટના   વિશ્વાસ પ્રોજેક્‍ટ અંતર્ગત ઇન્‍સ્‍ટોલ કરવામાં આવેલ CCTV   ફૂટેજ ચેક કરતા ધારાબેન કાળવા ચોક વિસ્‍તારથી ઓટો રીક્ષામાં બેઠેલ, તે રીક્ષાને ટ્રેક કરતા રીક્ષા ખલીલપુર રોડ સુધી CCTV CAMERAમાં નજરે પડેલ. CCTV ફૂટેજ દ્રારા તે ઓટો રીક્ષાનો નંબર GJ 23 Y 4980 શોધી કાઢવામાં આવેલ.

ંતે ઓટો રીક્ષાના નંબરની માહિતી આધારે રીક્ષા ચાલકનું નામ સરનામું શોધી કાઢવામાં આવેલ હતુ. રીક્ષા ચાલકને બી ડિવિઝન પોલીસ દ્રારા પૂછ પરછ કરતા તેમને પોતાની રીક્ષામાં કોઇ પેસેન્‍જર થેલો ભુલી ગયાનુ ધ્‍યાને આવેલ પરંતુ આ થેલો કોનો છે? તે તેમને માલુમ ના હતુ.   જૂનાગઢ પોલીસ દ્વારા રીનાબેનનો રૂ. ૨,૧૦૦/- રોકડ રકમ તથા નવા લીધેલ કપડા, નવરાત્રીમાં પહેરવાના ઓર્નામેન્‍ટસ વિગેરે  સહિતનો કુલ રૂ. ૧૦,૦૦૦/- સહીતની કીંમતનો થેલો ગણતરીની કલાકોમાં પરત કરેલ હતો.

(1:58 pm IST)