Gujarati News

Gujarati News

News of Wednesday, 4th October 2023

આઈએફએસ ઓફિસર પરવીન કાસવાને ગુજરાતના કિનારે અરબી સમુદ્રના કાંઠે પાણી વચ્ચે ઉભેલા એશિયાટિક સિંહની લાજવાબ તસવીર શેર કરી છે. નાર્નિયાની કાલ્પનિક દુનિયા સાથે તેની સરખામણી કરતા અધિકારીએ લખ્યું છે કે, "જાણે નાર્નિયા વાસ્તવમાં હયાત હોય તેવું ફીલ થાય છે."

 આ ફોટો શરૂઆતમાં સીસીએફ જૂનાગઢ દ્વારા ટ્વીટર/ એક્સ ઉપર શેર કરવામાં આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે પેટ્રોલિંગ દરમિયાન ફોરેસ્ટ સ્ટાફ દ્વારા આ એશિયાટીક સિંહને સમુદ્ર કિનારે અદભૂત અદામાં જોવા મળ્યો હતો. (કર્ટસી: જયદેવસિંહ જાડેજા)

(9:26 pm IST)