Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

કોડીનારમાં વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી

કોડીનારઃ જીવનદિપ હેલ્થ એજયૂકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (દિવ્યાંગ બાળકોની સંસ્થા) ખાતે ચાલતા દિશા કમ વિકાસ ડે કેર સેન્ટર દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી અંતર્ગત મનો દિવ્યાંગ બાળકો માટે વેશભૂષા કાર્યક્રમ વર્ચુઅલ - વિડીયોકોલ ના માધ્યમથી યોજાયો હતો જેમાં જિલ્લાના મનોદિવ્યાંગ બાળકોએ વિવિધ વેશભૂષા કૃતિઓ રજુ કરી હતી જેમાં સૈનિક, કિશાન(ખેડૂત), ગણપતિજી, શિક્ષક, સફાઈ કર્મચારી, મતદાર, પરી, ડોકટર, ગાંધીજી વિગેરે પાત્ર રજુ કર્યા હતા કાર્યક્રમમાં પ્રથમ, બીજો અને ત્રીજા ક્રમે આવનારને તથા તમામ ભાગ લેનાર બાળકોને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એચ.આર. મૌર્યના સહયોગથી રોકડ રકમ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરેલ. કાર્યક્રમની શરૂઆત કોડીનાર નાયબ મામલતદાર મીતેશભાઇ વસાવા અને સંસ્થાના આરીફભાઈ ચાવડાએ દીપ પ્રગટાવી ખુલ્લો મુકયો હતો જેમાં વિડીયો કોલના માધ્યમથી મનો દિવ્યાંગ બાળક પિંકલ ડોડીયાએ ઢોલક વગાડી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો, બાળકોએ ઘરેથી તૈયાર કરેલ મનો દિવ્યાંગ બાળકોની વેશભૂષા કૃતિઓને વિડીયોકોલના માધ્યમથી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એચ.આર. મૌર્ય, નાયબ મામલતદાર મીતેશભાઇ વસાવા, સંસ્થાના આરીફભાઈ ચાવડા અને દિશા કમ વિકાસ ડે કેર સેન્ટરના કોઓર્ડીનેટર એકતાબેન જાદવએ નિહાળી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા તથા તેઓએ રજુ કરેલ કૃતિઓનું નિરીક્ષણ કરેલ. કાર્યક્રમની તસ્વીરો.

(9:43 am IST)