Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

ધોરાજીમાં પ્લાસટીક રી-પ્રોસેસનો વેસ્ટ જાહેરમાં ફેંકાતા ભારે પ્રદુષણ

(કિશોર રાઠોડ દ્વારા)ધોરાજી,તા.૪ : ધોરાજી શહેર પ્લાસ્ટિક રી પ્રોસેસ ઉદ્યોગને કારણે વિશ્વ વિખ્યાત છે પ્લાસ્ટિક રી પ્રોસેસના અંદાજિત ૩૫૦ જેટલા યુનિટો  આવેલ છે જે ઉદ્યોગકારો દ્વારા ધોરાજીમાં જુનાગઢ રોડ  ઉપલેટા રોડ જામકંડોરણા રોડ જમનાવડ રોડ સહિતના વિસ્તારમાં આવેલી યુનિટોમાં બહાર જાહેર રસ્તા પર વેસ્ટ સળગાવવામાં આવે છે અને  વેસ્ટ માથી પણ નીકળતો વેસ્ટ અને એમની ભૂકી ને જાહેર માર્ગો પર ફેકી દેવાઈ છે અને ખાસ કરી અને વહેલી સવારે અને રાત્રેના સમયે વેસ્ટ જાહેર માર્ગો પર સળગાવવામાં આવે છે .

જાહેરમાં જાણે વેસ્ટ સળગાવી અને પ્રદૂષણ ફેલાવતા પ્લાસ્ટિક રી પ્રોસેસ ઉદ્યોગ કારોને જાણે પોલ્યુશન ફેલાવાનું પીળો પરવાનો આપ્યો હોઈ એવું લાગી રહ્યું છે અને જાહેરમાં વેસ્ટ ઠાલવી દેવામાં પણ આવે છે ખાસ કરી અને વેસ્ટની ધોલાઈ કર્યા બાદ પાણી નિકાલની પણ યોગ્ય વ્યવસ્થા અમુક યુનિટો પાસેના હોવાને કારણે પાણીને જમીનમાં ઉતારી દેવામાં આવે છે જેથી ખેતી જમીન  બંજર બની રહી હોઈ એવું લાગે છે અને ભવિષ્યમાં ખેડૂતો માટે પણ આં પ્રદુષણ ખતરાની ઘંટડી સમાન બની શકે એમ છે.

પ્લાસ્ટીકના કારખાના આવેલા છે. જયાં રસ્તાઓ પર પ્લાસ્ટીક વેસ્ટનો કચરો અને વેસ્ટ બાળતા હોવાથી ધુમાડા નીકળતા રહે છે. જેની  કાર્યવાહી થાય તો પ્રદૂષણ પર નિયંત્રણ આવી શકે. આ મામલે કાર્યકર વિઠલભાઈ હીરપરા એ જણાવેલ કે ધોરાજી શહેરમાં મુખ્ય વ્યવસાય પ્લાસ્ટીક રિપ્રોસેસ નો છે. અનેક લોકોને રોજગારી મળે છે. જો કચરો કે પ્રદૂષણ નો પ્રશ્ન ઉઠે તો આ બાબતે ધોરાજીના ધારાસભ્ય અને નગરપાલિકા દ્વારા ઉદ્યોગકારોની વ્હારે આવવું જોઈએ. જેતપુર ડાઈંગ ના કેમિકલ યુકત પાણી સામે આંદોલન ચલાવી સરકાર પાસે ૬૦૦ કરોડની યોજના મંજૂર કરાવી હોય તો ધોરાજીના નગરપાલિકા પણ કોંગ્રેસની છે. રીપ્રોસેસ નો કચરો હટાવવા પ્રયત્નો કરવા જોઈએ. કારખાનેદારો પાલિકાને ટેકસ ભરે છે તો તેમને પાણી, રસ્તા સહિત પ્રાથમિક સગવડો સાથે કચરો સાફ થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ.

જેતપુરના સાડી ઉદ્યોગ દ્વારા ફેલાઇ રહેલ પોલ્યુશન સામે લડત આપતાં ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા ધોરાજી પ્લાસ્ટિક ઉદ્યોગ કારો દ્વારા ફેલાઇ રહેલ પોલ્યુશન બાબતે પણ નિરાકરણ લાવવા પ્રયત્ન કરવો જોઈએ... પ્રદૂષણ ચાહે ગમે ત્યાં હોય અને કોઈપણ ઓદ્યોગિક એકમ દ્વારા ફેલાવતું હોય તો તેની સામે અવાજ ઉઠાવવો જોઈએ.

(11:19 am IST)