Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

મોરબીમાં C.P.C. કેન્ટીન બીલ્ડીંગનું લોકાર્પણ

રેન્જ આઇ.જી.એ કર્યુ ઇન્સપેકશનઃ પોલીસ ચોકીનો પ્રારંભ

મોરબી, તા.૪: મોરબીમાં જિલ્લામાં છેલ્લા બે દીવસથી રાજકોટ રેન્જના આઈ.જી.પી સંદીપ સિંદ્ય વાર્ષિક ઇન્સ્પેસકશન માટે આવ્યા હતા. બે દિવસ દરમિયાન અલગ અલગ પોલીસ મથકનું નિરીક્ષણ તેમજ જિલ્લામાં એક વર્ષ દરમિયાન પોલીસ દ્વારા ગુનાખોરી બાબતમાં કેટલો સુધારો આવ્યો છે કે કેમ તે અંગે ચકાસણી કરી હતી. રેન્જ આઈજી સંદીપસિંદ્યે વધુમાં જણાવ્યું હતું કે  મોરબી જિલ્લાનું વાર્ષિક ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. જે જગ્યાઓ ઉપર સુધારાની જરૂર છે. તે અંગેના સૂચનો કરવામાં આવ્યા હતા. અમુક પોલીસ સ્ટેશનમાં છેડતીના બનાવો વધારે છે. અમૂકમાં ઇજાના ગુના વધુ છે. તેવા કિસ્સામાં પગલાં લેવા સૂચન આપવામાં આવ્યું છે. મિલકત સંબંધી ગુનામાં ઘટાડો નોંધાયો છે.

અમુક પોલીસસ્ટેશન એવા છે કે જયાં ઘરફોડ ચોરીના ગુનાઓ વધ્યા છે. ત્યાં નાઈટપેટ્રોલીંગ કરવાનું સૂચન આપવામાં આવ્યું છે. વધુમાં હિસ્ટ્રીશીટરના નિરંતર રાતના લોકેશન લેવા અને ચેક કરવાની સૂચના આપવામાં આવી છે. તેઓએ ઉમેર્યું કે મોરબી જિલ્લા પોલીસની પ્રોહીબિશન અને જુગારમાં કામગીરી સારી છે. કોવિડનીકામગીરીની સમીક્ષા કરવામાં આવી છે. પોલીસે ફ્લેગ માર્ચ,ગાઈડલાઈન ભંગનાકેસ,વાહનો ડિટેઇન કરવાના કેસ થયા છે. કોવિડ અંગેની કામગીરી પણ ખૂબ સારીરહી છે.વધુમાં રેન્જ આઈજીએ જણાવ્યું કે૨૫ડિસેમ્બર અને૩૧ડિસેમ્બરે નવાવર્ષની ઉજવણી કરવામાં આવનાર છે.

રેન્જઆઈ.જી.ના હસ્તે મોરબીના શનાળા રોડ પર નિર્મિત પોલીસ ચોકી અને એ ડિવિઝનપોલીસ મથકમાં પોલીસ કર્મચારીઓની સુવિધા માટે ઉપલબ્ધ કરાવેલ સી.પી.સીકેન્ટીન બિલ્ડીંગનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી જિલ્લાપોલીસ વડા એસ.આર.ઓડેદરા,પ્રો.આઈ.પી.એસ. એમ.આર.ગુપ્તા,ડીવાયએસપી રાધિકાભરાઈ,આઈ.એમ પઠાણ સહિતના અધિકારી હાજર રહ્યા હતા.

(11:20 am IST)