Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

રૂ. ૭૦૦૦૦ની ઉઘરાણી કરતા શખ્સને માઠું લાગ્યું

હડમતાળામાં ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતા યુવાનને ૬ શખ્સોએ માર માર્યો

ગોંડલ તા. ૪ : હડમતાળા ગામે યુવાને મિત્ર ને રૂપિયા ૭૦,૦૦૦ હાથ ઉછીના આપ્યા હોય જેની ઉઘરાણી કરતા શખ્સને માઠું લાગતા યુવાનને ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાના હડમતાળા ગામે રહેતા અને ખેતીકામ કરતા પ્રવીણ ભાઈ હમીરભાઈ વાળાએ ૫ મહિના પહેલા મિત્ર ઈલિયાસ ઓસમાણભાઈ પતાણીને રૂપિયા ૭૦ હજાર હાથ ઉછીના આપ્યા હતા જે પરત માંગતા ઇલીયાસને માઠું લાગતા તેને અનવર ગફારભાઈ પતાણી, જાવેદ ઈલિયાસભાઈ પતાણી, અનીશ ઈલિયાસભાઈ પતાણી, ગફાર ઉમરભાઈ પતાણી તેમજ સલીમ ગફારભાઈ પતાણી સાથે મળી પ્રવીણભાઈને લાકડાના ધોકા વડે માર મારી મુંઢ ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૪૩, ૧૪૭, ૧૪૯ જી પી એકટ કલમ ૩૭, ૧૩૫ તથા એસ્ટ્રોસીટી એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(11:22 am IST)