Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

ઉના નજીક જંગલ બોર્ડર પાસે ગેરકાયદે ધમધમતી ૯ ખાણો ઉપર દરોડા : કરોડોની ખનીજ ચોરી

૨૭થી વધુ પથ્થર કટીંગના મશની, ૭ જનરેટર તથા ૫ ટ્રેકટર સહિત મુદ્દામાલ જપ્ત

(નીરવ ગઢિયા દ્વારા) ઉના,તા. ૪: જંગલ બોર્ડર નજીક ગેરકાયદે ધમધમતી ખનીજ ખાણો ઉપર ઇન્ચાર્જ એસ.પી દ્વારા દરોડા પાડવામાં આવેલ અને કરોડોની ખનીજ ચોરી પકડી પાડવામાં આવેલ છે.

દરોડા દરમિયાન ૨૭થી વધુ પથ્થર કાપવામાં મશીન, ૭ જનરેટર સેટ તથા ૫ ટ્રેકટર સહિત મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. ખનીજ ચોરી અંગે પુરતી ગણતરી કર્યા બાદ ખનીજ ચોરીનો કુલ આંક બહાર આવશે.

ઇન્ચાર્જ એસ.પી.ઓમપ્રકાશ જાટ દ્વારા ખનીજ ચોરી કરનાર વિરૂદ્ઘ સપાટો બોલાવીને  ગીર જંગલ બોર્ડર નજીક થી ૯ જેટલી ગેરકાયદે ખાણો પર એસ.પી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા ઇકો સેન્સેટિવ ઝોન માં બેફામ ચાલતી બેફામ બિલ્ડીંગ લાઇમ સ્ટોનની ખનીજ ચોરીની ફરિયાદો બાદ દરોડા પાડવામાં આવ્યા હતા.

જંગલ બોર્ડર નજીક ઘાટવડ અને જામવાળા ગીરની ગૌચર ની જમીન પર ગેર કાયદેસર ખનન ચાલતું હતું જેમાં દરોડા પડાતા આખી રાત ચાલ્યું ઓપરેશન ચાલ્યું હતું જેના ૨૭ થી વધુ પત્થર કાપવાના મશીન ૦૭ જનરેટર સેટ અને ૦૫ ટ્રેકટર સહિત મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં કરોડો ની બિલ્ડીંગ લાઇમ સ્ટોન ખનીજ ચોરી નો પર્દાફાશ થયો હતો

ગ્રામ પંચાયત દ્વારા અનેક વાર લેખિત મૌખિક ફરિયાદ કરવા છતાં ખાણ ખનીજ વિભાગ કાર્યવાહી કરતું ના હતુ આખરે ઇન્ચાર્જ એસ. પી. ઓમ પ્રકાશ જાટ દ્વારા સપાટો બોલાવાયો હતો.

(11:23 am IST)